(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની નવી સગવડ

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસમાં આપણા એકાઉન્ટને વધુ સલામત બનાવતી ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની સગવડનો તમે જાણો છો તેમ વિવિધ રીતે લાભ લઈ શકાય છે.

એક પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, આપણે જ્યારે પણ એ સર્વિસમાં લોગઇન થવું હોય ત્યારે આપણો પાસવર્ડ આપ્યા પછી આપણા મોબાઇલમાં એસએમએસ કે વોઇસ કોલ દ્વારા ઓથેન્ટિકેશન કોડ મેળવવામાં આવે છે. આપણે આ કોડ જે તે સર્વિસમાં લોગઇન માટે આપવો પડે છે.

બીજી પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, જ્યારે આપણે એ સર્વિસમાં લોગઇન થવા માટે પાસવર્ડ આપીએ ત્યારે આપણા મોબાઇલમાં તમે એ સર્વિસમાં લોગઇન થવા માગો છો કે નહીં એવો સવાલ પૂછવામાં આવે છે. જો આપણે યસ પર ક્લિક કરીએ તો સર્વિસમાં લોગઇન થઈ શકીએ છીએ.

ત્રીજી પદ્ધતિ ગૂગલ ઓથેન્ટિકેટર કે તેના જેવી ઓથેન્ટિકેશન એપનો ઉપયોગ કરવાની છે. આ પદ્ધતિ ત્યારે ખાસ ઉપયોગી થાય છે જ્યારે આપણે કોઈ સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવા ઇચ્છતા ન હોઇએ. આ પદ્ધતિમાં આપણે આપણા મોબાઇલમાં ગૂગલ ઓથેન્ટિકેટર કે તેના જેવી બીજી કોઈ ઓથેન્ટિકેશન એપ ડાઉનલોડ કરવાની રહે છે અને તેમાં આપોઆપ જનરેટ થતો અને ગણતરીની સેક્ધડ સુધી જ માન્ય રહેતો કોડ જે તે સર્વિસમાં લોગઇન કરતી વખતે આપવાનો રહે છે.

આપણે ફક્ત ગૂગલ કે ફેસબુક જેવી સર્વિસમાં આપણું એકાઉન્ટ અને સ્માર્ટફોનમાંની ઓથેન્ટિકેશન એપ બંનેને કનેક્ટ કરવાના રહે છે.

ઇન્સ્ટગ્રામમાં આવી થર્ડ પાર્ટી ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ હવે શક્ય બન્યો છે. ઇન્સ્ટાગ્રામમાં આ પદ્ધતિનો લાભ લેવા માટે…

  1. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લોગઇન થાઓ.
  2. સેટિંગ્સમાં જાઓ.
  3. તેમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન પર ક્લિક કરો.
  4. તેમાં ઓથેન્ટિકેશનની તમારી પસંદગીની પદ્ધતિ તરીકે ઓથેન્ટિકેશન એપનો વિકલ્પ પસંદ કરો.
  5. જો તમે આ કામ સ્માર્ટફોનમાં કરી રહ્યા હશો અને ફોનમાં ઓથેન્ટિકેશન એપ ઇન્સ્ટોલ કરેલી હશે તો ઇન્સ્ટાગ્રામ એપને આપોઆપ શોધી લેશે અને તેને માટેનો લોગઇન કોડ મોકલશે.
  6. હવે ઓથેન્ટિકેશન એપમાં જાઓ અને તેમાં આવેલો કોડ કોપી કરીને ઇન્સ્ટાગ્રામમાં પેસ્ટ કરો. આથી ટુ-ફેકટર ઓથેન્ટિકેશન ઓન થઇ જશે અને દરેક વખતે ઇન્સ્ટાગ્રામમાં લોગઇન થતી વખતે ઓથેન્ટિકેટર એપ ઓપન કરીને તેમાં ઇન્સ્ટાગ્રામ માટેનો કોડ ઇન્સ્ટાગ્રામ પર લખવાનો રહેશે.
  7. જો તમારા ફોનમાં પહેલેથી કોઈ ઓથેન્ટિકેટર એપ ઇન્સ્ટોલ કરેલી ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં ઓથેન્ટિકેશન એપનો વિકલ્પ પસંદ કરતાં સિસ્ટમ તમને પ્લે સ્ટોરમાં ગૂગલ ઓથેન્ટિકેટર એપ ડાઉનલોડ કરવા તરફ દોરી જશે.
  8. ગૂગલ ઓથેન્ટિકેટર એપ ડાઉનલોડ કર્યા પછી ફરી ઇન્સ્ટાગ્રામમાં જઈ ત્યાં જોવા મળતી સૂચના પ્રમાણે તમારે આગળ વધવાનું રહેશે.

કોઈ પણ પ્રકારના ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન અત્યંત જરૂરી છે. એ માટે તમે ઉપર જણાવેલી પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. હા એક વાત ખાસ નોંધવા જેવી છે કે ઇન્સ્ટાગ્રામમાં આ સગવડ તમામ યૂઝર માટે હજી ઉપલબ્ધ બની નથી. તમારે આ સગવડ મેળવવા કદાચ થોડી રાહ જોવી પડે તેવું બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!