(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અજાણી ભોમકાની અણધારી સફર

ટેલિપોર્ટેશન – લાંબા સમયથી વિજ્ઞાનના સંશોધકો માટે આ એક ઊંડા રસનો છતાં અત્યાર સુધી લગભગ અસંભવ રહેલો વિષય છે.

ટેલિપોર્ટેશન એટલે આપણે જ્યાં હોઈએ ત્યાંથી ઊંચકાઈને ક્ષણભરમાં દુનિયાના બીજા કોઈ ખૂણે પહોંચી જઈએ! વિજ્ઞાન કથાઓ અને સાયન્સ ફિક્શન મૂવીઝ, સ્ટાર ટ્રેક જેવી ટીવી સિરિલસ્સ તથા વીડિયો ગેમ્સમાં આવું થતું આપણે અવારનવાર જોયું છે. વૈજ્ઞાનિક ભાષામાં એમ કહી શકાય કે ટેલિપોર્ટેશન એટલે કોઈ એક જગ્યાએ કોઈ મેટર, જેમ કે માનવ શરીર, ડીમટીરિયલાઇઝ થાય અને એ જ ક્ષણે બીજી જ કોઈ જગ્યાએ રીમરીરિયલાઇઝ થવાની પ્રક્રિયા.

ટેલિવિઝન કે ઇન્ટરનેટથી થતું લાઇવ ટ્રાન્સમિશન એક અર્થમાં ટેલિપોર્ટેશન કહી શકાય કારણ કે ભારતના કોઈ ખૂણામાં બેઠાં બેઠાં આપણે સાઉથ આફ્રિકામાં રમાતી ક્રિકેટ મેચની મજા એ જ સ્ટેડિયમમાં બેઠા હોઈએ એ જ રીતે માણી શકીએ છીએ, પરંતુ એ અસલી ટેલિપોર્ટેશન તો નથી કારણ કે આપણે પોતે ખરેખર તો ઠેરના ઠેર રહીએ છીએ.

વર્ચ્યુઅલ રીઆલિટી, ઓગ્મેન્ટેડ રીઆલિટી તથા આ બંને ટેક્નોલોજીની ભેળસેળ જેવી, માઇક્રોસોફ્ટે વિકસાવેલી હોલોલેન્સ ટેક્નોલોજી ટેલિપોર્ટેશનના કન્સેપ્ટને ટીવી કરતાં પણ આગળ લઈ જાય છે. કારણ કે તેમાં આપણે જ્યાં હોઈએ તેના કરતાં બિલકુલ જ જુદી જ જગ્યાએ સદેહે પહોંચી ગયા હોઈએ એવો અનુભ  થાય છે.

પરંતુ આ બધુ હજી આપણા સુધી બહુ સારી રીતે પહોંચ્યું નથી. તેમ છતાં આપણે ટેલિપોર્ટેશનનો અનુભવ કરવો હોય તો? એ માટે આપણે ગૂગલ મેપ્સ કે ગૂગલ અર્થ પર ખાબકવું પડે અને સ્ટ્રીટવ્યૂની મદદથી વિશ્વના જુદા જુદા ખૂણા જોઈને સંતોષ માનવો પડે.

આ અનુભવ ટેલિપોર્ટેશન તો બિલકુલ નથી. એમાં અસલ ટ્રાન્સપોર્ટેશન જેવો રોમાંચ પણ નથી, પણ અનુભવ તેની નજીકનો જરૂર છે. જોકે ગૂગલ મેપ્સ કે અર્થમાં દુનિયાના અજાણ્યા ખૂણાઓ શોધવાનું કામ ઘણીવાર બહુ મુશ્કેલ બને છે.

આ કામ કેનેડાના વેનકુવર શહેરની એમિલી કાર યુનિવર્સિટી ઓફ આર્ટ એન્ડ ડિઝાઇનના પ્રોફેસર જિમ એન્ડ્ર્યુઝ અને મોબાઇલ એપ ડેવલપમેન્ટ સ્ટડીઝના તેમના વિદ્યાર્થીઓએ થોડું સહેલું બનાવ્યું છે. તેમણે ટેલિપોર્ટર નામની એક મજાની વેબ અને આઇઓએસ તથા એન્ડ્રોઇડ માટેની એપ્લિકેશન વિકસાવી છે.

આ સર્વિસ આપણને વિશ્વના જુદા જુદા ખૂણા અનોખી રીતે જોવાની તક આપે છે

તમે આ સાઇટ (http://vispo.com/teleporter) કે એપ (Teleporter, by Vispo Entertainment) ઓપન કરો એટલે પહેલા સ્ક્રીનમાં તમને કહેવામાં આવે છે કે તમે આ જ ક્ષણે વિશ્વના કોઈ પણ અજાણ્યા ખૂણે પહોંચવા માટે રવાના થશો! એ માટે આપણે આપણા મોબાઇલ ડિવાઇસને જરા હલાવવાનું રહે અથવા ઇમેજની નીચે આપેલા ટેલિપોર્ટરના ટી પર ક્લિક કરવાનું રહે.

આપણે ક્લિક કરીએ એ સાથે આ પ્રોગ્રામ પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ રેન્ડમલી પસંદ કરે છે અને  ગૂગલ સ્ટ્રીટ વ્યૂના ડેટાબેઝમાં સ્થળની આજુબાજુનો જે પણ ફોટોસ્ફિયર કે ૩૬૦ ડિગ્રી પેનોરમા ઉપલબ્ધ હોય તે આપણને બતાવે છે. ક્યારેક આ સર્વિસ ગૂગલના ડેટાબેઝ સિવાય અન્ય સર્વર્સ પર ઉપલબ્ધ ફોટો સ્ફિયર પણ દર્શાવે છે. પીસીના મોટા સ્ક્રીન પર વધુ મજા આવશે.


આગળ કહ્યું તેમ આ ખરું ટેલિપોર્ટેશન તો ન કહેવાય, પણ રોજિંદા કામમાં કંટાળો અનુભવતા હો અને મન બીજે ગમે ત્યાં પહોંચી જવા ઉતાવળું થયું હોય તો ક્યારેક આ સાઇટ કે એપ પર લટાર મારી જુઓ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!