માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે ટેબલ બનાવતા હોઈએ અને ઘણી વાર એ જ ટેબલને ફરી ટેક્સ્ટમાં કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય છે. સામાન્ય ટેક્સ્ટને ટેબલમાં અને ટેબલને ટેક્સ્ટમાં ફેરવવાનું કામ વર્ડમાં સહેલું છે. એ માટે…
ટેક્સ્ટ ટુ ટેબલ : સૌથી પહેલાં તમે જે ટેક્સ્ટને ટેબલમાં કન્વર્ટ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો. ત્યાર પછી મથાળાની રિબનમાં ઇન્સર્ટમાં ટેબલ પર ક્લિક કરો. હવે Convert Text to Tableનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
ટેબલ ટુ ટેક્સ્ટ : તમે જે ટેબલને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો.
હવે ટેબલ ટૂલ્સમાં, લેઆઉટ પર ક્લિક કરી ટેબલમાં જોઓ.
અહીં તમને કન્વર્ટ ટુ ટેબલનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમે ઇચ્છો ટેબલને ટેક્સ્ટ્માં ફેરવી શકશો.
