(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમમાં ઇન્કોગ્નિટો મોડનો શોર્ટકટ બનાવો!

ઇન્ટરનેટ પર આપણે જે કોઈ વેબસાઇટની મુલાકાત લઈએ લગભગ એ દરેક વેબસાઇટ આપણા બ્રાઉઝર મારફત કમ્પ્યુટરમાં કૂકિઝ ઇન્સ્ટોલ કરતી હોય છે. દરેક કૂકી ખરાબ નથી હોતી પરંતુ જો તમે ઇન્ટરનેટ પર સતત તમારું પગેરું દબાવવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી શકો.

આપણે જ્યારે આ મોડમાં નેટ સર્ફિંગ કરીએ ત્યારે આપણે જે વેબસાઇટની મુલાકાત લઇએ એ વેબસાઇટ દ્વારા ઇન્સ્ટોલ થતી કૂકિઝ બ્રાઉઝર બંધ કરતા ડિલીટ થાય છે. એ ઉપરાંત ઇનકોગ્નિટો મોડ આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રીનું રેકોર્ડિંગ કામચલાઉ ધોરણે બંધ કરી દે છે અને થર્ડપાર્ટી એક્સટેન્શન્સ પણ ડિસેબલ કરે છે.

સામાન્ય રીતે બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડમાં જવા માટે આપણે જે તે બ્રાઉઝર ઓપન કર્યા પછી તેના સેટિંગ્સમાં જઇને ઇનકોગ્નિટો મોડ સિલેક્ટ કરવો પડે અથવા તેની શોર્ટકટ કીનો ઉપયોગ કરવો પડે.

જો તમે દરેક વખતે ઇનકોગ્નિટો મોડનો જ ઉપયોગ કરતા માગતા હો તો એનો એક સહેલો રસ્તો છે. એ માટે તમારે પીસીના ડેસ્કટોપ પર એક શોર્ટકટ ક્રિએટ કરવો પડે. આ માટે…

(૧) ક્રોમ બ્રાઉઝર ઓ કરો એ સર્ચબારમાં google.com/chrome/ સર્ચ કરો.

(૨) ત્યાર બાર કંટ્રોલ્સમાં ‘મોર ટૂલ્સ’માં જઇને ‘ક્રિએટ શોર્ટકટ’ પર ક્લિક કરો

(૩) હવે શોર્ટકટ નામમાં appને બદલે chrome incognito લખો એ ક્રિએટ ક્લિક કરો.

(૪) ડેસ્કટોપ પરના શોર્ટકટ પર રાઇટ ક્લિક કરો.

(૫) જે મેનુ ખૂલે તેમાં ‘પ્રોપર્ટીઝ’ પર ક્લિક કરો.

(૬( અહીં ટાર્ગેટમાં ક્રોમ એપ્લિકેશનની લિન્ક જોવા મળશે. તેના છેડે ડબલ ઇન્વર્ટેડ કોમા પછી એક સ્પેસ છોડીને -incognito શબ્દ ઉમેરી દો અને ઓકે કહી દો.


હવે જ્યારે આ શોર્ટકટ પર ક્લિક કરશો ત્યારે ક્રોમનો સાદો મોડ નહીં પણ ઇનકોગ્નિટો મોડ ઓપન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!