(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂના સ્માર્ટફોન જંગલ બચાવી શકે!

એમેઝોનના કાંઠે આવેલાં ગાઢ વરસાદી જંગલો અને જૂના સ્માર્ટ ફોન્સ. આ બંને વચ્ચે કંઈ કનેક્શન ખરું?

હા, દુનિયાની બીજા નંબરની વિશાળ નદી એમેઝોનના કિનારે આવેલાં રેઇનફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો વિશ્વનાં સૌથી મોટાં જંગલો અને ધરતી પરની સૌથી જૂની જીવસૃષ્ટિ છે. હવે ચિંતાનો વિષય એ છે કે અવનવાં ઝાડપાન અને પશુપંખીઓથી ભરેલાં આ અદભુત જંગલો અદ્રશ્ય થઈ રહ્યાં છે અને એનું કારણ છે વૃક્ષ કાપવાની ગેરકાયદે પ્રવૃત્તિ. વૃક્ષ કપાવાના લીધે હવામાં ગ્રીનહાઉસ ગેસ ભળી રહ્યા છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

પણ એમાં મદદે આવ્યા છે જૂના સ્માર્ટ ફોન્સ!

ટોફર વ્હાઇટ નામના એક અમેરિકન એન્જિનીયરે જૂના મોબાઇલ ફોનની મેમરી ડિલીટ કરી, તેનું વાયરિંગ બદલીને જંગલમાં જુદાં જુદાં વૃક્ષો પર લગાવી દીધાં. પછી એમાં એક માઇક લગાવ્યું જેથી એકાદ માઇલ દૂર પણ કોઈ વૃક્ષ કાપવાની કોશિશ કરતું હોય તો તેનો અવાજ સંભળાય. પણ આપણને થાય કે નદીઓ, ધોધ અને પ્રાણીપક્ષીઓના સતત ચાલતા અવાજમાં ઝાડ કાપવાનો અવાજ કેવી રીતે સંભળાય? અને એવો અવાજ સાંભળવા માટે કોઈ માણસને ચોવીસે કલાક ત્યાં બેસાડી તો ન રખાય. એટલે ટોફરે એવી ટેક્નિકલ કરામત કરી કે જંગલમાંના બીજા બધા અવાજથી ઝાડ કાપનારની ઇલેક્ટ્રિક કરવતનો અવાજ જુદો પડે અને સંભળાય. એક વખત આ કરવતનો અવાજ એ સ્માર્ટ ફોનમાં પકડાય કે તરત જ જંગલના રખેવાળોને એમના મોબાઇલમાં મેસેજ મળે અને ઝાડ કાપનારને એ જ વખતે ઝડપી લેવાય.

ટોફરે રેઇનફોરેસ્ટ કનેક્શન નામની સ્વૈચ્છિક સંસ્થા બનાવી છે (https://rfcx.) જેનું ધ્યેય છે આ જંગલોને બચાવવાનું. ટોફરનો જૂના મોબાઇલ ફોનને કામમાં લેવાનો આઇડિયા ઝાડ કાપવાની જંગલી પ્રવૃત્તિ અટકાવવામાં ઘણો સફળ રહ્યો છે. એક જ ફોનની મદદથી એક ચોરસ માઇલ જેટલું જંગલ કપાતું બચી શકાય છે.

આટલું જંગલ બચે તો એક વર્ષ માટે ૩૦૦૦ કાર રસ્તા પર દોડતી બંધ થાય અને પર્યાવરણને જે ફાયદો થાય એટલી અસર પડે. જૂના સ્માર્ટ ફોન્સનો સ્માર્ટ ઉપયોગ કરીને ટોફરે બતાવી આપ્યું છે કે ફરિયાદો કરતા રહેવાને બદલે એનો ઉકેલ લાવવામાં આપણું દિમાગ લગાવીએ.

સંબંધિત વીડિયો જોવા યુટ્યૂબ પર સર્ચ કરો : Rainforest Connection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!