(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ મેપ્સમાં નવા ફીચરથી, આ સવાલનો જવાબ વોટિંગથી મેળવી શકાશે!

રજાઓમાં કોઈ સ્થળે સાથે ફરવા ગયેલા ચાર-પાંચ મિત્રોનાં ફેમિલી હોય કે પછી વીક-એન્ડ સેલિબ્રેટ કરવા માગતા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ હોય, આ સવાલ ઘણી વાર સૌને સતાવતો હોય છે – લંચ કે ડીનર માટે ક્યાં જશું?

હવે આપણી આખી દુનિયા જ સ્માર્ટફોનમાં સીમિત થઈ ગઈ છે એટલે, જો ક્યાંક ફરવા ગયા હોઈએ એ જગ્યા અજાણી હોય તોય ગૂગલ ટ્રિપ્સ કે ગૂગલ મેપ્સ જેવી એપને કારણે ત્યાંનાં ઇટિંગ જોઇન્ટ્સ કે રેસ્ટોરાં આપણે માટે હાથવગાં જ હોય.

પોતાનું શહેર હોય તો તો કોઈ સવાલ જ નથી, પણ ઓપ્શન્સ ઝાઝા હોય અને નક્કી કરનારા લોકો પણ ઝાઝા હોય ત્યારે કોઈ એક જગ્યાની પસંદગી મુશ્કેલ બનતી હોય છે.

ગૂગલ મેપ્સ માટે એન્ડ્રોઇડ અને આઇઓએસમાં આવેલા (કે ઘણા લોકો માટે આવી રહેલા) એક નવા ફીચરથી આ કામ ઘણું સહેલું બની જશે.

મેપ્સમાં આ ફીચર ‘ગ્રૂપ પ્લાનિંગ’ તરીકે ઓળખાય છે.

તેનો લાભ લઈને કોઈ એક વ્યક્તિ મેપ્સમાં જઈને બે-ચાર રેસ્ટોરાંનું એક નાનું લિસ્ટ બનાવી શકે છે. પછી એ વ્યક્તિ, આ લિસ્ટને કોઈ પણ મેસેજિંગ પ્લેટફોર્મ (જેમ કે વોટ્સએપ) પર પોતાના ગ્રૂપમાં શેર કરી શકે છે.

ગ્રૂપમાંના અન્ય લોકો એ લિંક પર ક્લિક કરી, મેપ્સમાં એ લિસ્ટ ઓપન કરીને એ બે-ચાર રેસ્ટોરાંમાંથી તેમની ફેવરિટ કઈ છે એ જણાવી શકે છે. ચાહે તો તેમાં બીજાં રેસ્ટોરાં ઉમેરી પણ શકે છે.

તમે મેપ્સમાં જઈને રેસ્ટોરાં સર્ચ કરશો એટલે એક શોર્ટલિસ્ટ બનાવવાનું સૂચન થશે. તેના પર ક્લિક કરશો એટલે, સ્ક્રીન પર ફેસબુક મેસેન્જરમાં નવા મેસેજ માટે હોય છે તેવો એક ઓવરલે બબલ સર્જાશે. હવે કોઈ પણ રેસ્ટોરાંના નામ કે ફોટોને જરા લાંબો સમય પ્રેસ કરશો એટલે એ પેલા બબલમાં ઉમેરાઈ જશે. બે-ચાર નામ નાખ્યા પછી, બબલને ક્લિક કરશો એટલે તેને એક નામ આપીને શેર કરવાનો વિકલ્પ મળશે.

તમે શેર કરેલી લિંક ઓપન કરનાર મિત્રના ફોનમાં ગૂગલ મેપ્સ અપડેટેડ નહીં હોય તો એ વોટ આપી શકશે નહીં.


આ ફક્ત એક ઉદાહરણ છે, અત્યારે ઇન્ટરનેટ પર બને એટલું કામ ઇન્ટરનેટ પર અને એકમેકના સાથમાં કરવાનું ચલણ વધી રહ્યું છે, પછી વાત ફ્રેન્ડલી હેંગઆઉટની હોય કે પછી કોઈ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પર એક સાથે કામ કરવાની હોય! મૂળ મુદ્દો શેર્ડ અને કોલાબોરેટિવ વર્કિંગનો કન્સેપ્ટ સમજવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!