(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રેલવે પોતાનો પેમેન્ટ ગેટવે વિક્સાવે છે

આવકની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું ઇ-કોમર્સ પોર્ટલ ક્યુ છે જાણો છો? ઇન્ડિયન રેલવેની આઇઆરસીટીસી વેબસાઇટ! આ વેબસાઇટ પરથી દર મહિને અંદાજે ૧.૨ કરોડ ટિકિટનું બુકિંગ થાય છે.

અત્યાર સુધી આ સાઇટ પર આપણે ટિકિટ બુકિંગ કરાવવું હોય તો જુદી જુદી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ. એટલે કે રેલવેને રૂપિયા ચૂકવવા માટે આપણે નેટબેન્કિગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે મોબાઇલ વોલેટ જેવી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આપણને આ સુવિધા આપવા માટે રેલવે તંત્રે વિવિધ પેમેન્ટ ગેટવેની મદદ લેવી પડે છે.

તેને સ્થાને હવે આઇઆરસીટીસીએ પોતાનો જ પેમેન્ટ ગેટવે રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. તેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ થર્ડ પાર્ટી પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા માટે રેલવેએ તેને ફી ચૂકવવી પડે છે અને આ થર્ડ પાર્ટી પેમેન્ટ ગેટવે પોતાનો ચાર્જ વધારે તો તેની સીધી અસર રેલવેની આવક પર થાય છે.

મળી રહેલા સમાચાર મુજબ આઇઆરસીટીસીનો પોતાનો પેમેન્ટ ગેટવે ‘આઇપે’ નામથી ઓળખાશે. અત્યારે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આવતા એક-બે મહિનામાં આ ગેટવે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.

આઇઆરસીટીસીની વેબસાઇટ પર વર્ષ ૨૦૧૬-૧૭માં રોજેરોજ સરેરાશ છ લાખ ટિકિટનું બુકિંગ થયું હતું. આથી કોઈ પણ પેમેન્ટ ગેટવેને આમાં મોટી આવક દેખાય.

એક શક્યતા મુજબ આઇપે પેમેન્ટ ગેટવે માત્ર રેલવેની વેબસાઇટ પૂરતો સીમિત નહી રહે. આવનારા સમયમાં જીવનવીમા નિગમ, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન વગેરેની વેબસાઇટ પર પણ તેનો ઉપયોગ થવા લાગે તેની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!