(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં સ્ટ્રીટ વ્યૂને નો એન્ટ્રી

હાલ પૂરતું ભારતમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ સર્વિસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી શક્યતા છે. ભારત સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ગૂગલને સ્ટ્રીટ વ્યૂ મેપિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકાર તરફથી સલામતીનાં કારણો આગળ ધરવામાં આવ્યા છે.

તમે જાણતા હશો તેમ વર્ષ ૨૦૧૧માં બેંગલુરુ શહેરથી ગૂગલ સ્ટ્રીટ વ્યૂ સર્વિસ ભારતમાં લોન્ચ થઈ હતી. એ સમયે સમગ્ર શહેરના સ્ટ્રીટ વ્યૂ મેપિંગની શરૂઆત કરવામાં આવી પરંતુ સ્થાનિક પોલીસે આ પ્રયાસને અધવચ્ચે જ અટકાવી દીધો હતો. ત્યારથી ગૂગલ તરફથી ભારત સરકારને અવારનવાર ભારતમાં વિવિધ સ્થળોના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરવાની મંજૂરી આપવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

૨૦૧૪માં ભારત સરકાર અને ગૂગલે એક પ્રયોગ તરીકે ભારતની ઐતિહાસિક ઇમારતોના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેને કારણે આપણે તાજમહાલ, કુતૂબમિનાર અને લાલકિલ્લા જેવી ઇમારતો સ્ટ્રીટ વ્યૂ સ્વરૂપે ગૂગલ મેપ્સ પર જોઈ શકીએ છીએ. આ સ્ટ્રીટ વ્યૂ ભારત અને દુનિયાભરમાં ખાસ્સા લોકપ્રિય થયા અને તેને કારણે ૨૦૧૫માં કુલ ૩૧ ઐતિહાસિક ઇમારતોને આ પ્રોજેક્ટમાં આવરી લેવાઈ.

એવી શક્યતા હતી કે એ જ વર્ષે, હૈદ્રાબાદ ભારતનું એવું પહેલું શહેર બનશે જેનું ગૂગલ સ્ટ્રીટ વ્યૂ માટે સંપૂર્ણપણે મેપિંગ કરવામાં આવે. જોકે એ વાત બેંગલુરુની જેમ અધૂરી જ રહી અને હવે શક્યતા એવી લાગે છે કે ભારતમાં સ્ટ્રીટ વ્યૂ સર્વિસનો લાભ મળતાં ઘણો લાંબો સમય લાગશે.

વર્ષ ૨૦૧૭ની સ્થિતિ પ્રમાણે ગૂગલે દુનિયાના સાતેય ખંડમાં ૬૫થી વધુ દેશોમાં ૭૦ લાખ માઇલના વિસ્તારને આવરી લેતા સ્ટ્રીટ વ્યૂ તૈયાર કર્યા છે. તમે ફોનમાં સ્ટ્રીટ વ્યૂ એપ ઇન્સ્ટોલ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!