(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લો બોલો, માઉસનું પણ ટ્રેકિંગ?

ફેસબુકમાં ડેટા ચોરીના હોબાળા પછી, યુએસ સેનેટ કમિટી ઓન જ્યુડિસિયરીએ ફેસબુકને ૨૦૦૦ સવાલો પૂછ્યા હતા અને તેના ફેસબુકે ૨૨૫ જેટલાં પાનાં ભરીને જવાબ આપ્યા છે.

આમાં ફેસબુકે સ્વીકાર્યું છે કે તે આપણા કમ્પ્યુટર્સ, ફોન્સ, કનેક્ટેડ ડિવાઇસીઝ વગેરે વિશે અને તેમાંથી જુદી જુદી અનેક પ્રકારની માહિતી મેળવે છે. ફેસબુકે ત્યાં સુધી સ્વીકાર્યું કે યૂઝર્સ ફેસબુકની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા હોય ત્યારે તેઓ માઉસને જે રીતે ચલાવે તેનું પણ ટ્રેકિંગ કરવામાં આવે છે!

ફેસબુકના દાવા મુજબ આ બધી માહિતીનો ઉપયોગ, તે યૂઝરને પર્ઝનલાઇઝ્ડ કન્ટેન્ટ પીરસવા માટે કરે છે.

ફેસબુકના મતે, માઉસ ટ્રેકિંગને કારણે તેને ખબર પડે છે કે તેની સર્વિસનો ઉપયોગ કરનાર કોઈ માણસ છે કે મશીન. માઉસ ટ્રેકિંગને કારણે ફેસબુકને એ પણ ખબર પડે છે કે પીસીના સ્ક્રીન પર તેની સર્વિસની વિન્ડો, બીજા પ્રોગ્રામ્સની વિન્ડો પાછળ દબાયેલી છે કે સૌથી ઉપર છે!

વાત આટલે પૂરી થતી નથી. લાંબા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ફેસબુક આપણી આંખની મૂવમેન્ટ ટ્રેક કરતી ટેક્નોલોજી વિક્સાવવાની પણ વેતરણમાં છે!

અમેરિકન કોંગ્રેસ સાથેના સવાલ-જવાબ દરમિયાન, ફેસબુકે હાલમાં તે આવી કોઈ ટેક્નોલોજી કે સોફ્ટવેર વિક્સાવતી હોવાનું નકાર્યું છે, પણ ફેસબુકને નામે ઓછામાં ઓછી બે એવી પેટન્ટ છે, જે તેના આ દિશામાંના પ્રયાસો તરફ આંગળી ચીંધે છે. આવી એક પેટન્ટનું ટાઇટલ છે ‘ડાયનેમિક આઇ ટ્રેકિંગ કેલિબ્રેશન’ અને બીજી પેટન્ટનું ટાઇટલ છે ‘ટેકનિક્સ ઓફ ઇમોશન ડિટેક્શન એન્ડ કન્ટેન્ટ ડિલિવરી’. આ બંને પેટન્ટ દર્શાવે છે કે આપણે ફેસબુક પર કોઈ પેજ જોઈ રહ્યા હોઈએ ત્યારે તેના કયા કયા ભાગ તરફ આપણી નજર દોડે છે તથા એ જોઈને આપણા દિમાગમાં કેવી લાગણી જન્મે છે એ જાણી, સમજીને પછી ફેસબુક આપણને એ મુજબ કન્ટેન્ટ બતાવી શકાય એવી ટેક્નોલોજી વિકસાવવાની કોશિશ કરી રહી છે. ‘આઇટ્રેકશોપ’ નામના એક સ્ટાર્ટઅપે થોડા સમય પહેલાં, ફેસબુક પર લોકો તમારું પ્રોફાઇલ પેજ જુએ ત્યારે કઈ બાબતો પર વધુ નજર ફેરવે છે એનો વેબકેમ આધારિત એક સર્વે કર્યો હતો (જુઓ તસવીર), એ પણ આવી ટેક્નોલોજી શક્ય હોવાનું દર્શાવે છે.

‘સાયબરસફર’માં ફેસબુક ન્યૂઝફીડ વિશેના લેખ (અંક સપ્ટેમ્બર ૨૦૧૭)માં આપણે વાત કરી ગયા છીએ કે ન્યૂઝફીડ પર આપણે કોઈ મિત્રનું સ્ટેટસ આખું વાંચીએ નહીં, પણ બધાં સ્ટેટસ સ્ક્રોલ કરતી વખતે એ એક મિત્રના સ્ટેટસ પર જરા વધુ સમય રોકાઈએ તો પણ એ વાતની ફેસબુકના ચોપડે નોંધ લેવાઈ જાય છે અને ફેસબુક એ વ્યક્તિની પોસ્ટ આપણને વધુ બતાવવાનું શરૂ કરે છે!

ફેસબુક આટલી હદે આપણું ટ્રેકિંગ કરે છે અને આપણા માઉસના ઉપયોગને પણ ટ્રેક કરે છે એવું જાણીને ચોંકશો નહીં કારણ કે આવું તો ગૂગલ પણ કરે છે.

અલબત્ત, ગૂગલે તેનો ઉપયોગ છુપાવ્યો નથી. આપણે તેની અસર અનુભવી પણ હશે, પણ ખબર ન પડી હોય એવું બની શકે. જરા માંડીને વાત કરીએ તો…

મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આજના સમયમાં બુદ્ધિની બાબતે કમ્પ્યુટર માણસની હરીફાઈ કરવા લાગ્યાં છે અને તેની અસર રીકેપ્ચા પર પણ થઈ છે. રીકેપ્ચા એટલે કોઈ પણ વેબપેજ પર કશો પણ પ્રતિભાવ આપતાં પહેલાં, અગડંબગડં લાગતા શબ્દો ફરી ટાઇપ કરીને આપણે માણસ જ છીએ એવું પૂરવાર કરવાની રીત.


તમે જાણતા હશો કે થોડા સમયથી આવું સાબિત કરવા, આપણને વિવિધ તસવીરોમાંથી કાર કે રોડ-સાઇન વગેરેવાળી તસવીરો ઓળખવા કહેવામાં આવે છે. આ ગૂગલની સર્વિસ છે, પરંતુ આ રીકેપ્ચાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે આસાનીથી કમ્પ્યુટર પોતે ઉકેલી આપે છે! તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં તે માટેનાં ખાસ એક્સટેન્શન ઉમેરીને જ્યારે પણ રીકેપ્ચા ઉકેલવાનો સવાલ આવે ત્યારે તમારે બદલે બ્રાઉઝરમાંનું એક્સટેન્શન એ કસરત પૂરી કરી આપે એવી ગોઠવણ કરી શકો છો.

એવું માનવામાં આવે છે કે હવે રીકેપ્ચાના લગભગ ૯૯ ટકા સવાલો કમ્પ્યુટર આવી રીતે ઉકેલી શકે છે. મતલબ કે ગૂગલ માટે એનો પણ ઉપાય શોધવાની જ‚રૂર ઊભી થઈ. એ માટે ગૂગલે ઇન્વિઝિબલ રીકેપ્ચા એટલે કે સ્ક્રીન પર કોઈ પ્રકારનું ફોર્મ કે સવાલ જોવા ન મળે છતાં આપણે માણસ હોવાનું પૂરવાર થઈ જાય તેવી ટેકનોલોજી અમલમાં મૂકી છે! આ પદ્ધતિમાં આપણને કોઈ અક્ષરો ઉકેલવાનું કે ચિત્રો ઓળખવાનું કહેવામાં આવતું નથી પરંતુ વેબસાઇટની અંદર જ આપણી નજરે ન ચઢે એવી રીતે મૂકવામાં આવેલા કોડઝ સ્ક્રીન પર આપણી એક્ટિવિટી તપાસતા રહે છે.

પેજ સ્ક્રોલ કરવાની આપણી ઝડપ, પેજ પર ટાઇપ કરવાની ઝડપ, માઉસ કે ટચની મૂવમેન્ટ વગેરેને આધારે આ કોડ નક્કી કરી લે છે કે વેબસાઇટના જે તે પેજના એ ક્ષણના મુલાકાતી કોઈ માણસ છે કે કમ્પ્યુટર પ્રોગ્રામ.

જો કોડને ખાતરી થાય કે આપણે માણસ જ છીએ તો પછી આપણને કોઈ અક્ષર ઉકેલવા કે ચિત્રો ઓળખવાનું કહેવામાં આવતું નથી અને આપણે કમેન્ટ લખવા જેવું કામ સહેલાઈથી કરી શકીએ છીએ. પરંતુ જો કોડને પેજ પરની ગતિવિધિ જરા પણ શંકાસ્પદ લાગે તો આપણને આ બધી કસરત કહેવાનું કહેવામાં આવે છે! ગૂગલે તેની સાઇટ પર આ ઇન્વિઝિબલ રીકેપ્ચાનો ઉપયોગ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે.

ટેક્નોલોજી એ જ છે, ઉપયોગ જુદા જુદા છે અને એને રોકવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!