(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સરદાર બંધની લંબાઈ માપો – જાતે!

ચોતરફથી ધોધમાર વરસાદ અને ઘોડાપૂરના સમાચાર આવી રહ્યા છે. આમ જ કુદરતની કૃપા રહી, તો થોડા સમય પહેલાં જેમાંનું પાણી ખૂટવા લાગ્યું હોવાની આપણે ચિંતા કરતા હતા એ સરદાર સરોવર ડેમ છલકાઈ જવાના સમાચાર અને તસવીર પણ આપણે અખબાર કે ન્યૂઝ ચેનલ પર જોઈશું!

એ જોઈને, સરદાર સરોવર બંધની લંબાઈ કેટલી હશે એવો વિચાર તમારા મનમાં ઝબકે તો? તો પછી ખાસ વિચારવાનું રહેતું નથી, ફટ સ્માર્ટફોન હાથમાં લઈને પૂછીએ એટલે ખબર પડે આ બંધ ૧.૨૧ કિલોમીટર લાંબો છે. પણ એમ દરેક વાતમાં ગૂગલનો આધાર ન રાખવો હોય તો? બંધની લંબાઈ જાતે માપવી હોય તો?

ખરેખર તો એ શક્ય જ નથી. બંધ પર ફૂટપટ્ટી કે મેઝરટેપ લઈને કોઈ આપણને જવા જ ન દે, પણ તોય ધરાર એ કામ આપણે જાતે જ કરવું હોય તો? મુખ્યમંત્રી કે વડા પ્રધાનની ભલામણ ચિઠ્ઠી વિના પણ તમે એ કામ કરી શકો! અલબત્ત, એને માટે આપણે ગૂગલની બીજી સર્વિસની મદદ લેવી પડે – ગૂગલ અર્થ!

જો તમે વર્ષોથી ગૂગલ અર્થ પર દુનિયાનો ખૂણે ખૂણો જોવા ટેવાયેલા હો તો તમને ખબર હશે કે અર્થના જૂના એટલે કે ડેસ્કટોપ વર્ઝનમાં આવી સગવડ હતી. પછી એકાદ વર્ષ પહેલાં અર્થનું નવું, વેબ વર્ઝન આવ્યું. આ વર્ઝન ચોક્કસ ઘણી બધી રીતે જૂના વર્ઝન કરતાં જોવું ગમે તેવું છે, પણ તેમાં જૂના વર્ઝનની ઘણી ખૂબીઓ ખોવાઈ ગઈ. તેમાંની એક એટલે આ જુદા જુદા સ્થળ વચ્ચેનું અંતર માપવાની સગવડ.

હવે ગયા મહિને નવા વર્ઝનમાં આ સગવડ ફરી ઉમેરી દેવામાં આવી છે. આ સગવડ અત્યારે પીસીના ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડની અર્થ એપમાં ઉમેરાઈ ગઈ છે. ટૂંક સમયમાં આઇઓએસ ડિવાઇસીઝમાં પણ તે ઉમેરાશે.

જો તમારા સ્માર્ટફોનમાં અર્થ એપ ન હોય તો તાબડતોબ ડાઉનલોડ કરો અને સરદાર સરોવર ઉપડો! આ એપમાં બીજું ઘણું બધું જોવા જેવું છે  કારણ કે આપણી પૃથ્વી જ, વ્યક્તિઓ ઉપરાંત સ્થળોની રીતે પણ બહુરત્ના વસુંધરા છે!

અર્થમાં મેઝરમેન્ટ કેમ કરાય તે જોવા માટે…

  • અર્થમાં સરદાર સરોવર બંધ સુધી પહોંચ્યા પછી, જમણી તરફ ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરી, જે મેનુ ખૂલે તેમાં મેઝર પસંદ કરો.
  • હવે સ્ક્રીન પર વચ્ચે શાર્પશૂટરના નિશાન જેવું વર્તુળ જોવા મળશે.
  • આંગળીથી સ્ક્રીન પરનો વ્યૂ ખસેડી, એ માર્ક પોઇન્ટને ડેમના કોઈ એક છેડા તરફ લઈ જાઓ.
  • એ વખતે સ્ક્રીન પર નીચે, એક પ્લસની નિશાની સાથે એડ પોઇન્ટનો વિકલ્પ દેખાશે.
  • તેને ક્લિક કરતાં, ડેમના એક છેડે માર્ક પોઇન્ટ ઉમેરાશે.
  • હવે સ્ક્રીન પર વ્યૂ ખસેડતાં પહેલા માર્ક પોઇન્ટ સાથે ડોટેડ લાઇનથી સંપર્ક ધરાવતું નવું માર્ક પોઇન્ટ આગળ વધશે. તેને ઇચ્છો ત્યાં ગોઠવી એડ પોઇન્ટ ક્લિક કરો.

બીજો માર્ક પોઇન્ટ ડેમના બીજા છેડે ગોઠવશો તો નીચે લંબાઇ ૧.૦૦ કિમી લખેલી જોવા મળશે. જ્યારે ગૂગલ કહે છે કે લંબાઈ ૧.૨૦ છે. કેમ? કારણ કે આપણે બે પોઇન્ટ વચ્ચેનું સીધું અંતર માપ્યું છે, પણ બંધ તો સહેજ ગોળાકાર છે. સાચી લંબાઈ માપવા ડેમના કર્વ પર માર્ક પોઇન્ટ ઉમેરતા જઈને છેડે પહોંચશો તો ૧.૨ કિમી અંતર મળશે!

અર્થ ઉપરાંત, ઓગમેન્ટેડ રીયાલિટીનો ઉપયોગ કરીને, સ્માર્ટફોની મદદથી વાસ્તવિક ચીજો માપવા માટે પણ ગૂગલ અને એપલ વચ્ચે હરીફાઇ શરૂ થઈ છે. એની વાત ફરી ક્યારેક!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!