તમારો ફોન પિન, પાસવર્ડ, પેટર્ન કે ફિંગર પ્રિન્ટથી લોક્ડ હોય ત્યારે ફોનને અનલોક કર્યા વિના, સ્ક્રીન પર ઉપરની બાજુએથી આંગળી નીચેની તરફ સરકાવો.
ફોન લોક્ડ હોય તો પણ ક્વિક સેટિંગ્સ ખૂલી જાય છે? નવાઈ લાગી?
આવું હોય તો, આપણો ફોન ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે કોઈ પણ વ્યક્તિ ફોનનાં ક્વિક સેટિંગ્સ સુધી પહોંચી શકે છે. અથવા, કોઈ મિત્ર જ રમત રમતમાં આપણાં ક્વિક સેટિંગ્સ ફેરવી શકે છે.
આવું ન થવા દેવું હોય તો, ફોનના સેટિંગ્સમાં ‘એક્સેસ ટુ ક્વિક સેટિંગ્સ’ વિકલ્પ શોધીને તેને ઓફ કરી દો.

