ડ્રાઇવરલેસ કાર હજી બહુ દૂરનું ભવિષ્ય છે પરંતુ પર્યાવરણ માટે સાનુકૂળ ઇલેક્ટ્રિક વાહનોનું સ્વપ્ન હવે હાથવેંતમાં હોય તેવું લાગી રહ્યું છે.
ભારત સરકાર દેશની ઓટો ઇન્ડટ્રીઝને ઇલેક્ટ્રિકલ વાહનો તરફ વાળવા ભરપૂર કોશિશ કરી રહી છે ત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ પોતાની સ્પેસ-ગ્રેડ લિથિયમ-આયન ટેકનોલોજી ભારતના કારમેકર્સને નોન-એક્સક્લુઝિવ ધોરણે રૂા.એક કરોડની કિંમતે આપવાની તૈયારી બતાવી છે. ઇસરોના વિજ્ઞાનીઓના મતે, આ પહેલને કારણે દેશના કાર ઉદ્યોગ માટે વ્યાપારી ધોરણે ઈલેક્ટ્રિકલ વાહનોનું ઉત્પાદન કરવું વધુ સરળ બનશે.