(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટની પર્યાવરણ પર અસર

ઇન્ટરનેટ પર ગૂગલ પર થતી દરેક સર્ચ ક્વેરીની પૃથ્વી ભારે કિંમત ચૂકવે છે. આપણી સર્ચને ગૂગલનાં સર્વર સુધી પહોંચાડવામાં અને પછી તેનો જવાબ શોધીને આપણા સુધી પહોંચાડવામાં બહુ મોટા પ્રમાણમાં વીજળી કર્ચાય છે અને વાતાવણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. એ પણ જાણી લો કે ગૂગલ પર રોજેરોજ લગભગ ૩.૫ અબજ સર્ચ થાય છે!

ઇન્ટરનેટ માટે ક્લાઉડ શબ્દ બહુ જાણીતો બની ગયો છે પરંતુ હકીકત એ છે કે આખું ઇન્ટરનેટનું તંત્ર સમગ્ર વિશ્વમાં પથરાયેલાં અનેક ડેટા સેન્ટર્સમાંનાં લાખો સર્વર્સથી ચાલે છે, જે બધું સબમરિન કેબલ્સ, સ્વિચિઝ, રાઉટર્સ વગેરે સાથે જોડાયેલું છે. આ બધાને ચલાવવા માટે સતત વીજળીની જરૂરિયાત રહે છે.

ડેટા વિઝ્યુઅલાઈઝેશન પેજ ઓપન કર્યું ત્યારની સ્થિતિ
ચાર મિનિટ પછીની સ્થિતિ!

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વિમાન ઉદ્યોગને કારણે વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોકસાઇડ ઉમેરાય છે એનાથી વધુ કાર્બન ડાયોકસાઇડ ઇન્ટરનેટને કારણે ઉમેરાય છે.

જોઆના મોલ નામના એક સંશોધકે ગૂગલ સર્ચની પર્યાવરણ પર કેવી અસર થાય છે એ દર્શાવવા માટે Co2gle (સીઓટુગલ!) નામે એક ડેટા વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કર્યું.

ગૂગલને કારણે વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોકસાઇડ ઉમેરાય છે એ જોવું હોય તો તમારા બાઉઝરમાં  http://www.janavirgin.com/CO2/ વેબપેજ પર જાઓ. બે પાંચ મિનિટ પછી આ પેજ પર ફરી જશો ત્યારે જોવા મળશે કે તમે એક પેજ ઓપન કર્યું હતું ત્યારથી બીજી વાર તેના પર પહોંચ્યા ત્યાર સુધીના સમયમાં ગૂગલ.કોમ વેબસાઇટે વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોકસાઇડ ઉમેર્યો છે. તમે જોશો તેમ, ગણતરીની મિનિટમાં આ આંકડો હજારો લાખો કિલોમાં પહોંચી જાય છે!

વધુ આંચકાની વાત તો હવે આવે છે. આ આંકડા વર્ષ ૨૦૧૫ના ઇન્ટરનેટ ટ્રાફિક ડેટાને આધારે તૈયાર કરવામાં આવેલ છે – ત્રણ વર્ષ પહેલાંની સ્થિતિ!

ગૂગલનો ઉપયોગ બહુ મોટો હોવાને કારણે આ અભ્યાસમાં ગૂગલ પર ફોકસ કરવામાં આવ્યું. પરંતુ ફેસબુક જેવી બહુ મોટી સંખ્યામાં યૂઝર્સ ધરાવતી અન્ય ઇન્ટરનેટ કંપની પણ લગભગ આટલા જ પ્રમાણમાં વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ ઉમેરી રહી છે. સંશોધક મોલ કહે છે કે “ઇન્ટરનેટથી વાતાવરણમાં ખરેખર કેટલો કાર્બનડાયોકસાઇડ ઉમેરાય છે તે તપાસવું બહુ મુશ્કેલ છે. માનવ જાતે અત્યાર સુધીમાં ક્યારેય આટલા મોટા પાયે કોઈ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કર્યું નથી અને તેમાં અનેક પ્રકારના પાસાં સંકળાયેલાં છે. તેમ છતાં મારો ઉદ્દેશ ફક્ત એટલો છે કે આવા કંઇક આંકડા આપણી સામે હશે તો આપણને આ મુદ્દે કંઇક કરવું જરૂરી છે એવું સમજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!