કોઈ કારણસર તમારે વર્ડની આખી ફાઇલ કે તેના કોઈ હિસ્સાને ઇમેજ તરીકે સેવ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ કરી આપતાં કેટલાક ઓનલાઇન ટૂલ્સ પણ ઉપલબ્ધ છે. પરંતુ વર્ડની અંદર જ આ માટેની સુવિધા સમાયેલી છે, જે પ્રમાણમાં ઘણું સારું પરિણામ આપે છે.
આ સુવિધાનો લાભ લેવા માટે :

તમારું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેમાં જે ભાગને ઇમેજ તરીકે સેવ કરવો હોય તે ભાગ માઉસની મદદથી સિલેક્ટ કરી લો.
- આ સિલેકશનને કોપી કરી લો.
- નવું ડોક્યુમેન્ટ ઓપન કરો.
- તેમાં મથાળાની રીબનમાં હોમ ટેબમાં પેસ્ટ માટેનું ડ્રોપડાઉન મેનુ ઓપન કરો અને તેમાં ‘પેસ્ટ સ્પેશિયલ’ સિલેક્ટ કરો.
- હવે મળતા વિકલ્પોમાં ‘પિક્ચર’ પસંદ કરો.
- હવે આપણે પસંદ કરેલો ભાગ નવા ડોક્યુમેન્ટમાં ઇમેજ તરીકે પેસ્ટ થશે. આ ઇમેજને રાઇટ ક્લિક કરીને તમે ‘સેવ એઝ પિકચર’નો વિકલ્પ પસંદ કરીને ઇમેજ તરીકે સેવ કરી શકો છો.

