(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે ઘેલું લગાડ્યું છે. આપણે હાયપરલૂપનાં વિવિધ પાસાં સમજીએ.

વર્ષ ૨૦૧૦ના અરસામાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં  ‘હાઇ સ્પીડ’ રેલ પ્રોજક્ટને મંજૂરી મળી ત્યારે આ પ્રોજેક્ટની વિગતો જાણીને,  અવકાશ ક્ષેત્રે સંશોધનો કરતી ‘સ્પેસએક્સ’ અને ઓટો ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી રહેલી ‘ટેસ્લા’ કંપનીના વડા એલન મસ્ક નિરાશ થયા. એમને લાગ્યું કે જે સિલિકોન વેલીમાં ઇન્ટરનેટને પ્રતાપે આખી દુનિયાનો ડેટા એકત્ર કરવાનું કે મંગળ પર રોવર્સ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું હોય,  ત્યાંની બુલેટ ટ્રેન માઇલ દીઠ ખર્ચની દૃષ્ટિએ સૌથી મોંઘી અને કલાક દીઠ ૩૫૦ કિલોમીટરની ઝડપે દુનિયાની સૌથી ધીમી બુલેટ ટ્રેન્સમાની એક હોય, એ તો કેમ ચાલે?

એટલે એલન મસ્કે બુલેટ ટ્રેન કરતાં વધુ સલામત, વધુ ઝડપી, ઓછી ખર્ચાળ, વધુ સગવડભરી, વાતાવરણની અસર કરે નહીં કે પોતાને તેની અસર થવા ન દે, ભૂકંપ સામે સલામત અને આ રુટમાં રહેતા લોકો માટે અવરોધક  હોય એવી કોઈ પરિવહન વ્યવસ્થાનો વિચાર રમતો મૂક્યો. ૨૦૧૨માં તેમણે ફક્ત આ વાત કરી, પણ પછીના વર્ષે તેમણે તેની ટેકનિકલ વિગતો સહિતની એક વિગતવાર કન્સેપ્ટ નોટ તૈયાર કરીને આખી દુનિયાને ‘હાયપરલૂપ’ વિક્સાવવા માટે દોડતી કરી દીધી.

એલન મસ્કનો આ વિચાર શરૂઆતમાં એક લોકોને તુક્કો લાગ્યો (હજી પણ તે સાકાર થવા વિશે લોકોને શંકા છે!). પરંતુ મસ્કે ટ્રેન, કાર, પ્લેન વગેરે પરંપરાગત વાહનોને  જે બે સૌથી મોટા અવરોધ નડે છે તેને દૂર કરવાની, વિજ્ઞાન આધારિત પદ્ધતિઓ બતાવી.

વાહનો સામેનો પહેલો અવરોધ છે ઘર્ષણ અને બીજો છે હવાનો અવરોધ.

હાયપરલૂપનો મૂળ વિચાર

ઘર્ષણ ટાળવા માટે મસ્કે પોતાનું વાહન, એર હોકીની રમતની જેમ, તળિયે લગાવેલાં એર જેટ એન્જિનમાંથી ફૂંકાતી હવાના જોરે હવામાં તરતું હોય એ રીતે આગળ વધે એવી કલ્પના કરી.

હવાનો અવરોધ ટાળવા માટે આ નવતર વાહન વ્યવસ્થાનો આખો માર્ગ એક ટ્યૂબનો બનેલો હોય અને તેમાં હવા વિનાનો શૂન્યાવકાશ સર્જી વાહન દોડાવવામાં આવે એવી કલ્પના કરી. જ્યારે ટ્રેનની શોધ નહોતી થઈ, ત્યારે બે શહેરો વચ્ચે પાટા નાખીને તેના પર વાહન દોડાવવાનો વિચાર કંઈક આવો જ તુક્કા જેવો લાગ્યો હશે!

જો જમીનનું ઘર્ષણ અને હવાનો અવરોધ  રહે તો, આ વાહન કેટલી ઝડપ પકડી શકે – કલાકના લગભગ ૧૨૦૦ કિલોમીટર સુધીની! સરખામણી માટે જાણી લો કે ભારતની હાલની સૌથી ઝડપી ‘ગતિમા એક્સપ્રેસ’ ટ્રેન કલાકના ૧૬૦ની ટોપ સ્પીડ પકડી શકે છે અને પ્લેન આકાશમાં પહોંચ્યા પછી સામાન્ય રીતે કલાકના ૮૦૦થી  ૯૦૦ કિલોમીટરની ઝડપે ઊડે છે.

હાયપરલૂપ સિસ્ટમમાં બે શહેરો વચ્ચે વેક્યૂમ ધરાવતી ટ્યૂબ વિકસાવીને તેની અંદર ખાસ પ્રકારના પોડઝ (એક પ્રકારનું વાહન જેમાં માનવો કે માલસામાનની હેરફેર થઈ શકે) તેજ ગતિએ આગળ વધે તેવો મૂળ વિચાર છે. આગળ કહ્યું તેમ એલન મસ્કનો વિચાર પોડ્સે એર જેટ એન્જિન્સના જોરથી આગળ દોડાવવાનો હતો, પણ હવે મોટા ભાગના એન્જિનિયર્સ હવાને બદલે મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ વિક્સાવી રહ્યા છે.


એલન મસ્કનો આ વિચાર તદ્દન નવો નથી. ૧૯૯૦માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના એન્જિનયર્સે એક વેક્યુમ ટ્યૂબ ટ્રેઇન ડિઝાઇન કરી હતી, પરંતુ ટ્યૂબમાં સતત વેક્યુમ જાળવવાનો અને તેમાંના પોડ્ઝને મેગ્નેટથી હવામાં તરતા રાખી તેજ ગતિએ આગળ વધારે એવી સિસ્ટમ વિકસાવવા પાછળનો ખર્ચ તોતિંગ હોવાને કારણે આ વિચારો ક્યારેય સાકાર થઈ શક્યા નહીં.

એલન મસ્કે પોતાના વિચારને પોતાની કંપની પૂરતો સીમિત ન રાખ્યો પણ અન્ય લોકોને આ વિચારને સાકાર કરવાની ચેલેન્જ આપી.

તેમણે સ્ટુડન્ટસ અને એન્જિનિયર્સને હાયપરલૂપ નમૂના વિકસાવવા સ્પર્ધાઓ યોજવાનું શરૂ કર્યું. એ માટે તેમની કંપનીએ કેલિફોર્નિયામાં એક માઇલનો ટેસ્ટ ટ્રેક પણ વિકસાવ્યો છે. ૨૦૧૬માં હાયપરલૂપ ડિઝાઇન સ્પર્ધા પૂરી થઈ ત્યાં સુધીમાં ૧૦૦થી વધુ નમૂના રજૂ કરવામાં આવ્યા એ ભારતની એક ટીમ સહિત ૨૭ ટીમને પોતાની ડિઝાઇન ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ કરી બતાવવાની તક મળી. આમાં એમઆઇટીની ટીમ સૌથી આગળ રહી.

હાલની સ્થિતિ શી છે?

અત્યારે વિશ્વમાં સંખ્યાબંધ કંપની પોતપોતાની રીતે, હાયપરલૂપ સિસ્ટમ વિક્સાવી રહી છે. હવે તો એલન મસ્કની પોતાની  કંપનીએ પણ આમાં ઝંપલાવ્યું છે. જોકે આખી દુનિયાને હાયપરલૂપને નામે, જમીનથી અધ્ધર, પિલર્સ પર ટ્યૂબ બાંધવાના વિચારમાં પરોવીને તેમણે ઊંધી દિશા પકડી છે. તેમણે જમીનની નીચે, ભૂગર્ભમાં ટનલ્સ બાંધીને તેમાં, ડ્રાઇવર વિનાના, ઇલેક્ટ્રિસિટીથી ચાલતા અને એક સમયે ૧૬ પેસેન્જરને લઈ જતા સ્કેટ્સનો વિચાર રમતો મૂક્યો છે.

આવી સ્કેટ્સની ઝડપ કલાકના ૨૫૦ કિલોમીટર સુધીની હશે. હમણાં તેમણે ટવીટ કર્યું છે કે ડિસેમ્બર ૧૦, ૨૦૧૮ના રોજ લોસ એન્જલસમાં આવી એક ટનલ તેઓ ખુલ્લી મૂકશે અને બીજા દિવસથી લોકો તેમાં મુસાફરીની મજા પણ માણી શકશે!

Image: transpod.com

બીજી તરફ અમેરિકાની જ વર્જિન કંપનીના અબજોપતિ માલિક રિચર્સ બ્રેસનને પણ હાયપરલૂપની દિશામાં સારી એવી ગતિ પકડી છે. તેમી ‘હાયપરલૂપ વન’ કંપનીએ, મુંબઈ-પુણે વચ્ચે હાયપરલૂપ સિસ્ટમ વિકસાવવા મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ કર્યા છે.

આ માટેના ૧૫ કિલોમીટર લાંબા ટેસ્ટ ટ્રેકનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો આ સિસ્ટમમાં લોકો ૧૦૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકશે અને મુંબઈ-પુણે વચ્ચેનું અત્યારનું ત્રણેક કલાકનું અંતર ૨૫ મિનિટમાં કાપી શકાશે. તેની સફળતાના આધારે ભારતનાં બીજાં શહેરોને સાંકળતી હાયપરલૂપ્સ સિસ્ટમ્સ વિક્સાવવામાં આવશે.

આ દરમિયાન ગયા મહિને એટલે કે ઓક્ટોબર ૨૦૧૮માં હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજીસ નામની એક કંપનીએ તેની પહેલી ફુલસ્કેલ હાયપરલૂપ પેસેન્જર કેપ્સ્યુલ વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ કંપનીએ ચીનના સાઉથ વેસ્ટ પ્રોવિન્સમાં એક ટેસ્ટ સિસ્ટમ ઊભી કરવાની શરૂઆત કરી છે.

Image: transpod.com

અલબત્ત, થિયરીની રીતે હાયપરલૂપનો વિચાર બધી રીતે પરફેક્ટ લાગતો હોવા છતાં, તેમાં હજી સલામતી અને વાસ્તવિક ખર્ચના ઘણા પ્રશ્ર્નો ઊભા જ છે, પરંતુ જો એન્જિનીયર્સ તેના સચોટ ઉપાય શોધી શકશે તો આવતા લગભગ એક જ દાયકામાં ટ્રાન્સપોર્ટેશનની દુનિયા બદલાઈ જવાની એ નક્કી!

હાયપરલૂપના ભાવિની ઝલક

અત્યારે દુનિયાભરની અનેક કંપની હાયપરલૂપના વિચારને સાકાર કરવાની હરીફાઇમાં લાગી ગઈ છે. આવી એક કેનેડિયન કંપની ટ્રાન્સપોડે પોતાની સાઇટ પર હાયપરલૂપ સંબંધિત ઘણી વિગતો મૂકી છે. આ કંપની ટોરોન્ટોથી મોન્ટ્રીયલ શહેરના ૫૪૧ કિલોમીટર અંતર (અમદાવાદ-મુંબઈનું અંતર ૫૨૪ કિલોમીટર છે) માટે ટ્રેન, પ્લેન અને હાયપરલૂપની સરખામણી આપી છે :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!