(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મારા એન્ડ્રોઇડને ઓરિયો-૮ વર્ઝનથી અપડેટ કેવી રીતે કરવો?

વાલ મોકલનાર : સુબોધ માસ્ટર, ભરૂચ

આઇફોનની સરખામણીમાં એન્ડ્રોઇડનું આ સૌથી મોટું ઉધાર પાસું છે – તેનું નવું વર્ઝન યૂઝર્સ સુધી પહોંચવામાં વિલંબ (ઘણા કિસ્સામાં તે પહોંચતું જ નથી!).

લગભગ દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ થતું હોવા છતાં પણે આપણી મરજી મુજબ પોતાના સ્માર્ટફોનને એન્ડ્રોઇડના નવા વર્ઝનથી અપગ્રેડ કરી શકતા નથી.

આઇફોનમાં એપલ કંપની પણ લગભગ દર વર્ષે પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં મોટા પાયે ફેરફાર કરીને નવું વર્ઝન લોન્ચ કરે છે, પરંતુ એપલના આઇફોન કે આઇપેડ વગેરેનું મેન્યુફેકચરિંગ એપલ કંપની પોતે કરતી હોવાથી તેના યૂઝર્સ ઇચ્છે તો પોતાના ડિવાઇસમાંની ઓપરેટિંગ સિસ્ટમ સહેલાઇથી અપગ્રેડ કરી શકે છે.

જ્યારે એન્ડ્રોઇડના કિસ્સામાં એવું નથી.

એન્ડ્રોઇડ કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિવિધ હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપનીને મફતમાં આપે છે. આવી મોટા ભાગની કંપની મફત મળેલી ઓપરેટિંગ સિસ્ટમમાં પોતાની રીતે કેટલાક ફેરફારો કરીને પછી પોતાના મોબાઇલનાં વિવિધ મોડેલ બજારમાં મૂકે છે.

જ્યારે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ થાય ત્યારે આવી કંપનીએ પોતે ફેરફાર કરેલી ઓપરેટિંગ સિસ્ટમમાં ફરીથી ફેરફાર કરવો પડે છે. મોટા ભાગની કંપની જૂના મોડેલ માટે આવો વધારાનો ખર્ચ કરવા તૈયાર હોતી નથી.

ઘણી કંપનીના કિસ્સામાં, જૂના ફોનમાં જ નવી ઓપરેટિંગ સિસ્ટમ મળી જાય તો લોકો નવા વર્ઝનવાળા નવા ફોન ખરીદશે નહીં એવી ગણતરી પણ કામ કરતી હોય છે. આ કારણે એન્ડ્રોઇડના કિસ્સામાં જ્યાં સુધી મોબાઇલ કંપની પોતે આપણને નવું વર્ઝન અપડેટ કરવાની સગવડ ન આપે ત્યાં સુધી આપણે પોતાની રીતે વર્ઝન અપગ્રેડ કરી શકતા નથી.

અલબત્ત, હવે ગૂગલ કંપની પણ આ ઉધાર પાસું સુધારવાની કોશિશ કરી રહી છે અને સામે પક્ષે ઘણી મોબાઇલ કંપની, પોતાના ફોનમાં સ્ટોક એન્ડ્રોઇડ (એટલે કે કોઈ ફેરફાર વગરની ઓપરેટિંગ સિસ્ટમ) આપીને, આગામી એકાદ નવું વર્ઝન આપવાનું પ્રોમિસ આપે છે.

હવે મોટોરોલા, નોકિયા, લિનોવો જેવી જાણીતી કંપની પણ આ પ્રકારે પોતાના ફોનમાં સ્ટોક એન્ડ્રોઇડનો લાભ આપવા લાગી છે. ગૂગલે શરૂ કરેલા ‘એન્ડ્રોઇડ વન’ પ્રોગ્રામ હેઠળ, મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ કંપની ગૂગલનાં ધોરણો મુજબ ફોનમાં સ્પેસિફિકેશન્સ આપે છે અને આવા ફોનમાં સામાન્ય રીતે બે વર્ષ સુધી એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ મળવાની પણ ખાતરી હોય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!