(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગ કેવી રીતે કરાય?

વોટ્સએપ વિશે હમણાં ઘણી નકારાત્મકતા જોવા મળી રહી છે, ત્યારે તેના એક ઉપયોગી પાસાં તરફ પણ નજર ફેરવી લઈએ.

વોટ્સએપમાં ઘણા સમયથી, આપણા મિત્રો-સ્વજનો સાથે લોકેશન શેર કરવાની સગવડ હતી. પરંતુ, ત્યારે આપણું ફક્ત સ્ટેટિક લોકેશન શેર થતું હતું એટલે કે સમય સાથે આપણે બીજે ક્યાંય પહોંચી જઈએ તોય વોટ્સએપમાં શેર કરેલો લોકેશનનો મેસેજ તો જૂનું સ્થળ જ બતાવે.

ગયા વર્ષથી વોટ્સએપમાં લાઇવ લોકેશન શેરિંગની સુવિધા મળી છે. તેનો લાભ કેવી રીતે લેવો તે તમે નીચેના સ્ક્રીનશોટ્સની મદદથી સમજી શકશો.

જો તમે ‘સાયબરસફર’ના જૂના સહયાત્રી હશો તો તમે જાણતા હશો કે આપણે અગાઉ ગૂગલ મેપ્સમાં અને ગૂગલની ‘ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ’ એપની મદદથી, સ્વજનો સાથે આપણું લોકેશન શેર કરવાની રીત જાણી ગયા છીએ. ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ ઘણાં ફીચર ધરાવતી એપ છે, પણ એ સાથે તેમાં ગૂંચવણો પણ વધુ છે! જ્યારે વોટ્સએપનો આપણે સૌ રોજબરોજ ઉપયોગ કરીએ છીએ અને તેમાં લોકેશન શેરિંગ અત્યંત સહેલું પણ છે.

પરિવારના વડીલ રોજ મોર્નિંગ વોકમાં જતા હોય કે સંતાનને કોલેજેથી આવતાં મોડું થાય ત્યારે ચિંતામાં રહેતા અન્ય પરિવારજનોની ચિંતા આ સુવિધા ઘણી ઓછી કરે તેવી છે!

મિત્ર કે ગ્રૂપ ચેટમાં એટેચમેન્ટ પર ક્લિક કરતાં, લોકેશન શેર કરવાનો વિકલ્પ મળે છે.

ફોનમાં જીપીએસ બંધ હશે તો પહેલાં તેને ઇનેબલ કરવા કહેવામાં આવશે.


વોટ્સએપમાંથી  ફોનમાં લોકેશન સેટિંગ્સ સુધી પહોંચાશે, ત્યાં તેને ઓન કરવાનું રહેશે.

હવે તમને આસપાસના જાણીતા સ્થળનું અથવા તમારું લાઇવ લોકેશન શેર કરવાનો વિકલ્પ મળશે.

તમે આગામી ૧૫ મિનિટ, ૧ કલાક અથવા ૮ કલાક માટે તમારું લોકેશન શેર કરી શકશો.

સામેની વ્યક્તિ જ્યારે ઇચ્છે ત્યારે તમારો મેસેજ ઓપન કરી, તમારું લાઇવ લોકેશન જોઈ શકશે.

એપના સેટિંગ્સમાં, પ્રાઇવસીમાં, તમે જેટલા લોકો સાથે લાઇવ લોકેશન શેર કર્યું હશે તે એક સાથે જોઈ શકાશે.

અહીંથી પણ, તમે ઇચ્છો તે વ્યક્તિ/ગ્રૂપ સાથેનું લોકેશન શેરિંગ બંધ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!