(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લેપટોપમાં નેટ કનેક્શન માટે હાથવગા હોટસ્પોટ

જો એક બિઝી એક્ઝિક્યુટિવ તરીકે તમારે વારંવાર ઓફિસ કામે બહારગામ જવાનું થતું હોય તો તમારા સામાનમાં બે ચીજ હંમેશા રહેતી હશે – સ્માર્ટફોન અને લેપટોપ. થોડા સમય પહેલાં, લેપટોપમાં નેટ કનેક્શન મેળવવા તેનું અલગ ડોંગલ લેવું પડતું હતું, પણ હવે એવી તકલીફ રહી નથી. જ્યારે જરૂર પડે ત્યારે તમે સ્માર્ટફોનને જ હોટસ્પોટ બનાવીને તેનાથી લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન મેળવી લેતા હશો.

સ્માર્ટફોનનો હોટસ્પોટ તરીકે ઉપયોગ જેમને માટે નવી વાત હોય એમના માટે – હવે મોટા ભાગના સ્માર્ટફોનમાં મોબાઇલ કંપનીનો ડેટા પ્લાન ઓન કરીને, ફોનમાંની હોટસ્પોટ સુવિધા ઓન કરીએ તો સ્માર્ટફોન બીજા કોઈ ડિવાઇસ માટે વાઇ-ફાઇ રાઉટર જેવું કામ આપે છે. એટલે કે, એક ફોનમાંના નેટ કનેક્શનથી આપણે બીજા સ્માર્ટફોન, વાઇ-ફાઇની સુવિધા ધરાવતા લેપટોપ, સ્માર્ટટીવી કે કેમેરામાં પણ નેટ કનેક્શન મેળવી શકીએ છીએ.

આ સગવડ બહુ કામની છે, પણ તેમાં એક મોટી તકલીફ છે. સ્માર્ટફોનને હોટસ્પોટ બનાવવા જતાં તેની બેટરી બહુ ઝડપથી ઉતરવા લાગતી હોય છે. એટલે જો તમારે વારંવાર લેપટોપમાં સ્માર્ટફોનથી નેટકનેક્શન મેળવવાનું થતું હોય તો અલગ હોટસ્પોટ ડિવાઇસ ખરીદી લેવું વધુ સારું રહેશે.

અત્યારે એરટેલ ફોરજી હોટસ્પોટ (કિંમત રૂા. ૯૯૯/-), રિલાયન્સ જિઓફાઇ જેએમઆર૮૧૫ ((કિંમત રૂા. ૯૯૯/-) તથા વોડાફોન આર૨૧૭ ફોજી મિનીફાઇ (કિંમત રૂા. ૧૯૫૦/-) જેવા વિકલ્પોમાંથી તમે કોઈ પસંદ કરી શકો છો. એરટેલ અને જિઓફાઇમાં એક સાથે ૧૦ ડિવાઇસ, જ્યારે વોડાફોનમાં ૧૫ ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!