(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેક્સ્ટનું ફોર્મેટિંગ સહેલાઈથી દૂર કરો

કમ્પ્યુટરમાં એક એવી ખાસિયત હોય છે જેનો તમે અનુભવ તો કરતા હશો, તેમ છતાં તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. વાત છે કોપી કરેલી ટેક્સ્ટનું ફોર્મેટિંગ પણ કોપી કરવાની ખાસિયત.

બાળકોના સ્કૂલના પ્રોજેક્ટ માટે વિકિપીડિયામાંથી ટેકસ્ટ કોપી-પેસ્ટ કરતી મમ્મીઓને કે ઓફિસમાં અલગ અલગ વેબસાઇટ્સ પરથી કન્ટેન્ટ કોપી કરીને ‘નવો’ રિપોર્ટ તૈયાર કરવા મથતા એક્ઝિક્યુટિવ્સને કમ્પ્યુટરની આ ખાસિયત પજવતી પણ હશે!

સૌથી સહેલું ઉદાહરણ લઈએ તો વિકિપીડિયામાં કોઈ પણ આર્ટિકલ ઓપન કરો અને તેમાંની કોઈ ટેકસ્ટ કોપી કરો. હવે તેને વર્ડના બ્લેન્ક ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરો અથવા જીમેઇલના કંપોઝ બોક્સમાં પેસ્ટ કરો. તમે જોશો તેમ વિકિપીડિયામાં લેખમાં દરેક વાક્યે ત્રણ-ચાર શબ્દોને હાયપર લિન્ક આપેલી હોય છે.

વર્ડના ડોક્યુમેન્ટમાં કે જીમેઇલના ઇનબોક્સમાં આ ટેકસ્ટ કોપી પેસ્ટ કરીએ ત્યારે તેની સાથે આ હાયપર લિન્ક પણ યથાવત પેસ્ટ થાય છે. હવે આ જ ટેકસ્ટ બ્રાઉઝરના એડ્રેસબારમાં કે કમ્પ્યુટરના નોટપેડ જેવા પ્રોગ્રામમાં પેસ્ટ કરી જુઓ. તમે જોશો તેમ અહીં માત્ર ટેકસ્ટ પેસ્ટ થશે કોઈ ફોર્મેટિંગ નહીં કારણ કે બ્રાઉઝરનો એડ્રેસ બાર કે વિન્ડોઝની નોટપેડ એપ્લિકેશન કોઈ ફોર્મેટિંગને સપોર્ટ કરતી નથી.

કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ ટેકસ્ટની સાથે તેમું તમામ પ્રકારનું ફોર્મેટિંગ પણ કોપી કરતી હોય છે.

જ્યારે આ ટેક્સ્ટને, રીચ ટેકસ્ટને સપોર્ટ કરતા વર્ડ કે જીમેઇલ જેવા કોઈ પણ પ્રોગ્રામમાં પેસ્ટ કરવામાં આવે ત્યારે તેનું ફોર્મેટિંગ સાથોસાથ પેસ્ટ થાય છે. હાયપર લિન્ક્સ ઉપરાંત ટેકસ્ટને આપેલ જુદા જુદા કલર્સ, જુદા જુદા ફોન્ટ અને ફોન્ટ સાઇઝ વગેરે બધું પણ નવી જગ્યાએ પેસ્ટ થતું હોય છે.

આથી જો આ કન્ટેન્ટ જે જગ્યાએ પેસ્ટ કરવાનું હોય ત્યાં પહેલેથી તમે અમુક રીતે ફોર્મેટ કરેલું કન્ટેન્ટ મૂક્યું હોય તો તેની વચ્ચે આ જુદા પ્રકારનું ફોર્મેટિંગ ધરાવતી ટેકસ્ટ કોપી થાય.

આવી અગવડ નિવારવા માટે મોટા ભાગના સારા પ્રોગ્રામમાં ટેકસ્ટને સિલેક્ટ કરીને તેનું ફોર્મેટિંગ એક ક્લિકે દૂર કરવાની સગવડ હોય છે. જેમ કે જીમેઇલમાં કમ્પોઝ બોક્સની નીચે આપેલા ફોર્મેટિંગના વિકલ્પોમાં છેડે આડી લીટીવાળા ટીનો આઇકન ફોર્મેટિંગ દૂર કરવાનો વિકલ્પ આપે છે. એ જ રીતે વર્ડમાં ચેક રબરની નિશાની સાથે ફોર્મેટિંગ દૂર કરવાની સુવિધા આપેલી હોય છે.

અલબત્ત દર વખતે ફોર્મેટિંગવાળી ટેક્સ્ટ કોપી થયા પછી તેને સિલેક્ટ કરીને ફોર્મેટિંગ દૂર કરવાને બદલે વર્ડમાં કંઈ પણ પેસ્ટ કરો ત્યારે તે ફોર્મેટિંગ વગર જ પેસ્ટ થાય તેવું સેટિંગ કરી શકાય છે.

એ માટે…


  1. વર્ડના ઓપ્શન્સમાં જાઓ.
  2. એડવાન્સ્ડ સેકશનમાં જાઓ.
  3. તેમાં કટ કોપી અને પેસ્ટ વિભાગમાં ફોર્મેટિંગ જાળવીને કંઈ પેસ્ટ કરવું કે ફોર્મેટિંગ દૂર કરીને, તેનું સેટિંગ કરી શકાશે.
  4. આ પ્રકારના સેટિંગમાં જે તે ડોક્યુમેન્ટની અંદર જ કોપી પેસ્ટ કરતી વખતે, જુદા જુદા ડોક્યુમેન્ટમાંથી પેસ્ટ કરતી વખતે, સ્ટાઇલ જુદી જુદી હોય તેવા ડોક્યુમેન્ટસમાંથી કોપી પેસ્ટ કરતી વખતે અને અન્ય પ્રોગ્રામમાંથી ટેકસ્ટ પેસ્ટ કરતી વખતે ફોર્મેટિંગ જાળવવું કે નહીં તેની પસંદગી કરી શકાય છે.
  5. તમે દરેક વાર ટેકસ્ટ પેસ્ટ કરતી વખતે કોઈ ફોર્મેટિંગ પેસ્ટ કરવા ન માગતા હો તો આ બધા વિકલ્પોમાં ‘કીપ ટેકસ્ટ ઓન્લી’નો વિકલ્પ પસંદ કરી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!