(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં ફિલ્ડ કોડ્સનો લાભ અને તકલીફ

માઇક્રોસોફ્ટ વર્ડમાં ‘ફિલ્ડ કોડ્સ’ નામની એક મજાની સુવિધા છે. ફિલ્ડ કોડ્સની મદદથી, વર્ડ ડોક્યુમેન્ટમાં આપણે બદલાઈ શકે એવો ડેટા મૂકી શકીએ છીએ. જેમ કે દરેક પેજમાં નીચેના ખૂણે પેજ નંબર. અથવા મેઇલ મર્જની સુવિધા (વધુ વિગતો માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૩નો અંક)માં જુદા જુદા લોકોનાં નામ, એડ્રેસ વગેરે મૂકવા માટેપણ ફિલ્ડ કોડનો ઉપયોગ કરવામાં આવે છે.

એના ઉપયોગ વિશે વધુ વિગતવાર આપણે ફરી ક્યારેક કરીશું, પણ અત્યારે તો તેનાથી ઊભી થતી એક સમસ્યા અને તેના ઉપાયની વાત કરીએ.

બીજા કોઈએ તૈયાર કરેલા વર્ડ ડોક્યુમેન્ટમાં તમારે કામ કરવાનું હોય અને તેમાં પેજ નંબરને સ્થાને સ્ક્રીનશોટમાં બતાવ્યા મુજબ ફિલ્ડ કોડ દેખાય છે? તેનું કારણ એ છે કે તમારાથી અથવા ડોક્યુમેન્ટ તૈયાર કરનારથી ભૂલથી, પેજ નંબરની વેલ્યુ અને તેના ફિલ્ડ કોડ ‘ટોગલ’ થઈ ગયા છે, એટલે કે બંનેની ફેરબદલ થઈ ગઈ છે. આવું જ્યાં જ્યાં ફિલ્ડ કોડ્સ મૂક્યા હોય ત્યાં થઈ શકે છે.

એના ઉપાય તરીકે, જો તમે વર્ડ ૨૦૦૭ કે તેથી ઉપરના વર્ઝનમાં કામ કરી રહ્યા હો તો ALT + F9 કી પ્રેસ કરીને કોડમાંથી વેલ્યુ ટોગલ કરી શકો છો એટલે કે ફરી નંબર દેખાવા લાગશે.

બીજો રસ્તો, ફિલ્ડ કોડ પર માઉસથી રાઇટ ક્લિક કરતાં, જે મેનુ ખૂલે તેમાં ‘ટોગલ ફિલ્ડ કોડ્સ’નો વિકલ્પ પસંદ કરવાનો છે.

ત્રીજો રસ્તો અજમાવવા સ્ક્રીન પર ડાબી તરફ સૌથી ઉપર ઓફિસ બટન પર ક્લિક કરી, વર્ડ ઓપ્શન્સમાં ‘એડવાન્સ્ડ’ ટેબમાં જાઓ. અહીં ‘શો ડોક્યુમેન્ટ કન્ટેન્ટ’માં જાઓ અને તેમાં ‘શો ફિલ્ડ કોડ્સ ઇન્સ્ટેડ ઓફ ધેર વેલ્યૂઝ’નો વિકલ્પ ડિસેબલ કરી દો.

આટલું વાંચીને મનમાં કંઈ ઝબકારો થયો? સામાન્ય ડોક્યુમેન્ટમાં, આ ત્રીજા રસ્તામાં આપેલા વિકલ્પને ઇનેબલ કરશો તો આખા ડોક્યુમેન્ટમાં ક્યાં ક્યાં ફિલ્ડ કોડ્સનો ઉપયોગ થયો છે એ તમે જાણી શકશો, જે સામાન્ય રીતે ખબર જ નહીં પડે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!