(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ અમારું અહોભાગ્ય છે કે આ મેગેઝિનમાં ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ જેવા ભારેખમ, જટિલ વિષયનું જ્ઞાન પીરસવામાં આવે છે. માસિકની જગ્યાએ પખવાડિક કરવામાં આવે તો વધારે આવકાર્ય રહેશે કારણ કે આજે ઓનલાઈનના સમયમાં રોજ કંઈ નવું ને નવું આવતું રહે છે. આમ કરવાથી લોકો વધારે અપડેટ રહી શકે. અંતમાં આપણું ‘સાયબરસફર’ વધારે ને વધારે લોકો સુધી પહોંચે તથા સમૃદ્ધ બને એ જ શુભેચ્છા.

– સતીષ દેવેન્દ્રભાઈ પરમાર, અમદાવાદ

આપનું ‘સાયબરસફર’ મેગેઝિન ખૂબ જ સારું છે. ઇન્ટરનેટ તેમજ સાયબર જગતની અવનવી તેમજ સારી માહિતી મળી રહે છે.

-વિજયસિંહ સોલંકી, પંચમહાલ

હું તમારા ‘સાયબર સેફ્ટી’ના (હેકરો દ્વારા નાણાં પાછા ખેંચી લેવાયા) લેખની ખૂબ પ્રશંસા કરું છું, પરંતુ દુર્ભાગ્યે આપની નાની કો-ઓપરેટીવ બેંકના એટીએમ ન વાપરવાની જે ટીકા કે સલાહ છે તેની સાથે સહમત નથી. આપની આ સલાહથી નાની કો-ઓપરેટીવ બેંકોના બિઝનેસ પર અવળી અસર કરશે. આપને ખ્યાલ નહીં હોય કે મોટી કો-ઓપરેટીવ બેંકો કરતાં નાની કો-ઓપરેટીવ બેંકોના કર્મચારીઓ વધુ ઈમાનદાર અને કાર્યનિષ્ઠ હોય છે.

આપના આ લેખને હું અમારા બેંકોના ગ્રૂપમાં માહિતી તથા માર્ગદર્શન મળી રહે તે હેતુથી મૂકવા માગું છું અને મેગેઝિન બંધાવવા માટે ભલામણ પણ કરવા માગુ છું.

– હરેશ પંચાલ, ગાંધીનગર

(હરેશભાઈ, નાની બેંકના કર્મચારીઓની નિષ્ઠા અંગે કોઈ શંકા ક્યારેય હોઈ ન શકે, માત્ર નાની બેંક્સ પૂરતી ટેક્નોલોજિકલ જાણકારી અને ફંડના અભાવે સલામતીનાં જરૂરી પગલાં લઈ શકતી નથી એ એક જ સવાલ છે અને એ તરફ રિઝર્વ બેન્ક પણ અવારનવાર બેન્ક્સનું ધ્યાન દોરે છે. આ રીતે, આપનાં સૂચનો-ટીપ્પણી જરૂર મોકલતા રહેશો. – સંપાદક)

વિદ્યાર્થીઓ મોટે એપ્સ અને વેબસર્વિસિસ વિશે માહિતી આપતી એક બુક બનાવવા વિનંતી. જેનો ઉપયોગ સીધી રીતે વિદ્યાર્થીઓને ઉપયોગી નિવડી શકે.

– નજરમોહમ્મદ એ. વેપારી, સાબરકાંઠા


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!