‘સાયબરસફર’નું કવરપેજ હંમેશા આકર્ષક રહ્યું છે. તંત્રી લેખ સુપર્બ. દરેક અંકમાં કંઈક નવું શીખવા મળે છે. નવેમ્બર-૧૭ના અંકમાં મોબાઇલ દ્વારા ગમે ત્યાંથી આપણા પીસીને એક્સેસ કરી શકાય તેનો ઉપયોગ કર્યો, ખૂબ જ ઉપયોગી છે રિમોટ ડેસ્કટોપ. આવી જ રીતે વાંચકોને અપડેટ રાખતા રહો તેવી આશા સાથે, ‘ટીમ સાયબરસફર’ને ખૂબ શુભેચ્છાઓ…
– મેહુલ સુતરીયા, અમદાવાદ
માર્ચ-૧૮ના અંકમાં ઈન્ફર્મેશન અને ટેક્નોલોજીનો નાયગ્રા ધોધ આવ્યો છે! લાઇ-ફાઇ ટેકનોલોજી હવે વાસ્તવિક બનવાની નજીક છે અને ભારત સરકારે આ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે તે જાણીને ખરેખર એલઈડી જેવો જ મગજમાં ઝબકારો થયો! વિદ્યાર્થીઓની હોમવર્કની ગૂંચ ઉકેલવા સ્માર્ટ ટીચર જેવી એપને ‘સાયબરસફર’ની સ્ટાઈલમાં સરળ રીતે સમજાવતો લેખ પહાડ જેવો બોજ હળવો કરશે.
મોબાઇલ વર્લ્ડમાં ફાઇલ-ગો અને સવાલ-જવાબમાં ડિજિટાઇઝેશનનાં પગલાં અંગેનો માહિતીથી ભરપૂર લેખ ઘણા લોકોની મનકી બાત રજૂ કરે છે. ફ્રી વાઇ-ફાઇ તથા શોર્ટ લિંકમાં સાવધાની રાખવાની માહિતી તમામ યૂઝર્સ માટે અતિ અગત્યની છે.
– ધ્રુવ વેકરિયા, અમરેલી
‘સાયબરસફર’ મેગેઝિન એ ખૂબ જ સરસ માહિતીસભર મેગેઝિન છે.
– મહેન્દ્રકુમાર બી. પ્રજાપતિ, બનાસકાંઠા
‘સાયબરસફર’ મેગેઝિન ખૂબ જ સરસ છે.
– સંજયભાઈ આર. રાવલ, ભાવનગર
‘સાયબરસફર’ મેગેઝિન જ્ઞાનનો ખજાનો છે. આ મેગેઝિન નવીન માહિતીનું ઝડપી, સરળ અને સાચું માર્ગદર્શન આપે છે.
– આતિષ પટેલ, દિપક રાવલ, રાજુલા
હું ‘સાયબરસફર’ની વેબસાઇટ પર પ્રથમ વાર આવ્યો છું. આપની વેબસાઇટ બહુ જ સરસ છે. ઘણી મહત્ત્વની પાયાની બાબતો કે જે આપણને ખબર ન હોય એ ખૂબ સરસ રીતે સમજાવી છે. બહુ જ સરસ અપડેટસ પણ મૂકેલી છે. ખરેખર ખૂબ જ સરસ, અપેક્ષા કરતાં પણ વધુ સારી વેબસાઇટ બની છે.
– ડો. કૃપાલ જોષી
હું ‘સાયબરસફર’ મેગેઝિન વાંચું છું, વધુ ને વધુ જ્ઞાન મેળવવા માટે. ખરેખર સરસ અપડેટેડ બુક્સ.
– અખિલ પટેલ, અમદાવાદ

