ફેસબુક મેસેન્જરમાં તમે તમારા કોન્ટેક્ટ્સ સાથે કોઈ ઇવેન્ટ પ્લાન કરી શકો છો. આ રીતે પ્લાન ક્રિએટ કરીને મિત્રો સાથે શેર કરો એ પછી તેના વિશે દરેક મિત્રને ઇવેન્ટ પહેલાં રિમાઇન્ડર મળતા રહે છે.
મેસેન્જરની મોબાઇલ એપમાં આવી કોઈ ઇવેન્ટ ક્રિએટ કરવા માટે…
1. જે કન્વર્સેશનમાં પ્લાન તૈયાર કરવા માગતા હો તેના પર ટેપ કરો.- સ્ક્રીનના મથાળે યૂઝરના નામ પર ટેપ કરો.
- જે વિકલ્પો મળે તેમાં ‘સ્ટાર્ટ પ્લાન’ પર ક્લિક કરો.
- ઇવેન્ટ માટેની તારીખ અને સમય પસંદ કરો.
- સેવ બટન ટેપ કરીને પ્લાન ક્રિએટ કરો.
- તમે પ્લાનને કોઈ નામ આપવા માંગતા હો કે લોકેશન ઉમેરવા માંગતા હો તો પ્લાન પર ટેપ કરો.
- પ્લાનનું નામ અને લોકેશન ઉમેરાઇ ગયા પછી ‘ડન’ ટેપ કરીને તમારા ફેરફાર સેવ કરી લો.
