(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ નહીં સમજીએ, તો ટેક્નોલોજી આપણો ઉપયોગ કરવા લાગશે

આજે સ્માર્ટફોન કે પીસી ધરાવતી, પણ ફેસબુકનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. ફેસબુકના પોતાના દાવા મુજબ, તેનું મિશન આખી દુનિયાના લોકોને એકમેકની નજીક લાવવાનું છે. પરંતુ આ મિશન પૂરું કરવાની ફેસબુકને એટલી ઉતાવળ છે કે તે પોતાના યૂઝર્સને લગભગ અંધારામાં રાખીને તેમના વિશેની વિગતો આખી દુનિયામાં ચોતરફ ફેલાવી રહી છે.

વાત ફેસબુકની હોય કે ગૂગલની, ઇન્ટરનેટની મોટી કંપનીઝ આપણા ડેટાનો કેવી રીતે ઉપયોગ કરે છે અને આપણે શું સાવધાની રાખવી એ વિશે ‘સાયબરસફર’માં સતત લખાતું રહ્યું છે. આ વખતે ફેસબુકમાં પ્રાઇવસી સંબંધિત સેટિંગ્સની હજી વધુ વિગતવાર માહિતી આવરી લીધી છે.

તેની સાથોસાથ જૂનો સ્માર્ટફોન એક્સચેન્જમાં આપતાં પહેલાં શું સાવચેતીઓ લેવી તે લેખ પણ અચૂક વાંચવા અને તેમાં આપેલી બાબતોની કાળજી લેવાની ભલામણ!

આ બધી સાવચેતીની વાતો વચ્ચે, ગૂગલ લેન્સની મજાની સગવડ તમને કંઈક રાહત આપશે. આ નવી સુવિધા આવનારા સમયમાં આપણી દુનિયાને ઘણી બધી રીતે બદલી નાખશે. અલબત્ત, આમાં પણ આપણા ડેટાનો ઉપયોગ તો સમજવો જ પડશે!

‘સાયબરસફર’માં વારંવાર કહેવામાં આવે છે તેમ, આજની સ્માર્ટ ટેક્નોલોજીની આડઅસર એવી લીટી છે, જેને આપણે ભૂંસીને નાની કરી શકીશું નહીં. તેથી આપણી સમજને વિસ્તારીને, આ આડઅસરોને ઓછી કરવી પડશે.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!