(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનના સિમકાર્ડની ટેક્નોલોજીમાં પચીસેક વર્ષથી, તેના કદ સિવાય કોઈ મોટો ફેરફાર થયો નથી. હવે તો એનું અલગ અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

આખી દુનિયાના મોબાઇલ ફોન અત્યાર સુધી નાની એવી એક ચિપ, એટલે કે સિમકાર્ડના સહારે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને તેને પગલે આપણે પણ આખી દુનિયા સાથે કનેક્ટ થઇએ છીએ. પરંતુ આ સિમકાર્ડનો આપણને ખાસ પરિચય હોતો નથી. અત્યાર સિમકાર્ડની વાત ઉખેળવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર આવી રહ્યો છે અને હવે તેની શરૂઆત ભારતમાં પણ થઇ ગઈ છે.

આપણા પરંપરાગત સિમનું આખું નામ ‘સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યૂલ’ છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે આ સિમકાર્ડથી આપણે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થઇએ છીએ પરંતુ એ અર્ધસત્ય છે.

આપણે સિમકાર્ડથી નહીં પરંતુ સિમકાર્ડને કારણે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થઇ શકીએ છીએ. સિમકાર્ડમાંની ચિપ જે તે મોબાઇલ કંપનીમાંની આપણી ઓળખનો કોડ ધરાવતી હોય છે. મોબાઇલમાંના અન્ય હાર્ડવેર મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે ત્યારે સિમકાર્ડમાંની આપણી ઓળખ તથા મોબાઇલ કંપનીની સિસ્ટમમાંની આપણી ઓળખનો મેળ બેસે તો એ કંપનીના નેટવર્ક સાથે મોબાઇલ કનેક્ટ થઈ શકે છે.

સિમકાર્ડ ટેકનોલોજી પચીસેક વર્ષ જૂની છે અને અત્યાર સુધી તેના નાના થતા જતા કદ સિવાય કોઈ મોટો ફેરફાર તેમાં આવ્યો નહોતો. જોકે છેલ્લા થોડા સમયથી દુનિયા ઇ-સિમ તરફ વળી રહી છે.

ઇ-સિમમાંનો ‘ઇ’ ‘ઇલેક્ટ્રોનિક’ શબ્દ માટે વપરાતો હશે એવું આપણને માનવાનું મન થાય પરંતુ હકીકતે ‘ઇ’ ‘એમ્બેડેડ’ શબ્દ માટે ઉમેરાયો છે.

રંપરાગત સિમકાર્ડ આપણે એક મોબાઇલમાંથી કાઢીને બીજા મોબાઇલમાં નાખી શકીએ છીએ. જ્યારે ઇ-સિમ મોબાઇલના હાર્ડવેરમાં એમ્બેડેડ હોય છે એટલે કે હાર્ડવેરનો જ ભાગ હોય છે અને તેને મોબાઇલમાંથી કાઢી શકાતા નથી.

આ દિશામાં આગળ વધતાં, એપલે તેના આઇફોનમાં હમણાં પહેલી જ વાર ડ્યુઅલ સિમ સુવિધા ઉમેરી છે. ભારતમાં વેચાતા મોટા ભાગના ફોન ડ્યુઅલ સિમ હોય છે પરંતુ એ બધા ફોન અને એપલના આઇફોનમાંની ડ્યુઅલ સિમ સુવિધા અલગ છે. એપલના ત્રણ નવા આઇફોન, આઇફોન એક્સએસ, આઇફોન એક્સએસ-મેક્સ અને આઇફોન-એક્સઆરમાં ડ્યુઅલ સિમ તો છે પણ તેમાંનું એક પરંપરાગત સિમ છે અને બીજું ઇ-સિમ છે. આ પહેલાં એપલે ભારતમાં તેની સ્માર્ટવોચની સીરિઝ-૩માં ઇ-સિમની સુવિધા આપી હતી.

ગૂગલ પિકસેલ-૨ એવો પહેલો સ્માર્ટફોન હતો જેમાં ઇ-સિમનો ઉપયોગ થયો હતો, જોકે એ ફોનનું ઇ-સિમ વર્ઝન માત્ર યુએસમાં ઉપલબ્ધ હતું. ભારતમાં અત્યારે માત્ર રિલાયન્સ જિઓ અને એરટેલ ઇ-સિમને સપોર્ટ કરે છે.

આટલી પૂર્વભૂમિકા સાથે આપણે ઇ-સિમના ફાયદા અને ગેરફાયદા જાણી લઈએ.

ઇ-સિમના ફાયદા


  • ઇ-સિમ ધરાવતો ફોન સતત મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટેડ રહે છે, પરિણામે તેને ટ્રેક કરવો સહેલો બને છે. સલામતીની દૃષ્ટિએ આ મોટો ફાયદો છે. ફોન ચોરનાર સિમ બદલીને ફોનનો લાભ લઈ ન શકે!
  • પરંપરાગત સિમકાર્ડ મોબાઇલમાં જગ્યા રોકે છે. ફોન સંપૂર્ણપણે ઇ-સિમ આધારિત થશે ત્યારે મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપનીને ફોનના હાર્ડવેર ડિઝાઇન કરવામાં થોડી મોકળાશ રહેશે.
  • સ્માર્ટફોનમાંથી હેડફોન માટેના જેકનો સ્લોટ દૂર કરનાર કંપનીઝ ફોનના અન્ય હાર્ડવેર માટે વધુ જગ્યા મેળવવાની દલીલ કરે છે. એ જ દલીલ મુજબ ઇ-સિમથી પણ તેમને ડિઝાઇનમાં વધુ સગવડતા રહેશે.
  • ઇ-સિમ પરંપરાગત સિમ કરતાં વધુ વિશ્વસનિય ગણાય છે. તેને મોબાઇલના મોડેલ પ્રમાણે નાની મોટી સાઇઝમાં કાપવાની જ‚રૂર રહેતી નથી, પરિણામે તે ડેમેજ થવાની શક્યતા નથી.
  • આપણે મોબાઇલ કંપની પાસેથી સિમકાર્ડ ખરીદવાની કે મેળવવાની જરૂર રહેતી નથી. મોબાઈલ કંપની આપણા ફોનમાંના ઇ-સિમને રિમોટલી એક્ટિવેટ કરી શકે છે.
  • આપણે પોતાની મોબાઇલ કંપની બદલવા ઇચ્છીએ તો ફોનમાં નવી કંપનીનું કાર્ડ નાખવાની જરૂર રહેતી નથી. ફક્ત નવી કંપની પાસે ઇ-સિમનું એક્ટિવેશન કરાવવાનું રહે છે.
  • ડ્યુઅલ સિમ ધરાવતા ફોનમાં સિમકાર્ડની સાઇઝ મિનિમાંથી માઇક્રો સુધી પહોંચી ગઈ છે પરંતુ તેને હેન્ડલ કરવાનું થોડું ઝંઝટભર્યું રહે છે. કાર્ડ ગોઠવ્યા પછી તેની ડિસ્કને ફોનના સ્લોટમાં દાખલ કરવા જતાં સિમ ગોઠવવામાં કંઈક ભૂલ થઈ જાય તો સિમ અથવા ફોનને નુકસાન થવાનો ડર રહે છે. ઇ-સિમમાં આવું કોઈ જોખમ રહેતું નથી.
  • સાદાં સિમકાર્ડનો સ્લોટ ઓપન કરવા માટે ઘણા ખરા ફોનમાં ખાસ પિનની જરૂર પડે છે. ઇ-સિમમાં આવી કોઈ જરૂર રહેતી નથી.
    જ્યારે મોબાઇલ સંપૂર્ણપણે ઇ-સિમ આધારિત થઇ જશે ત્યારે ફોનમાં પરંપરાગત સિમકાર્ડ નાખવાનો સ્લોટ નીકળી જશે. પરિણામે ફોનમાં પાણી કે ધૂળ ઘૂસવાનો એક રસ્તો બંધ થશે.

ઇ-સિમના ગેરફાયદા

  • ફોનમાંનું પરંપરાગત સિમકાર્ડ બદલવું બહુ સહેલું છે. પરિવારના જુદા જુદા સભ્યો વચ્ચે ફોન નંબર બદલ્યા વિના હેન્ડસેટની અદલબદલ કરવી હોય ત્યારે ઝાઝી કોઈ કડાકૂટ વિના સિમકાર્ડની અદલબદલ કરી શકાય છે. ઇ-સિમમાં આ કામ મુશ્કેલ બની શકે છે.
  • જેમ ફોનની ઇન્ટર્નલ મેમરી અને એસડી કાર્ડમાં આપણો ઘણો બધો ડેટા હોય છે એ જ રીતે સિમકાર્ડમાં પણ આપણો ડેટા હોઈ શકે છે. જ્યારે ફોન વેચવો હોય ત્યારે આપણું સિમકાર્ડ કાઢી લો એટલે તેમાંનો ડેટા નવી વ્યક્તિના હાથમાં જવાનું જોખમ ન રહે. પરંતુ ઇ-સિમમાં, ફોનની ઇન્ટરનલ મેમરીની જેમ ઇ-સિમને પણ યોગ્ય રીતે અને પૂરેપૂરું ડિલીટ કરવાની જરૂર રહે છે.
  • અત્યારે ભારતમાં માત્ર રિલાયન્સ જિઓ અને એરટેલ ઇ-સિમને સપોર્ટ કરે છે. શરૂઆતનો સમય હોવાથી આ કંપનીના સ્ટાફને ઇ-સિમના એક્ટિવેશનની પૂરતી માહિતી ન હોય તો સપોર્ટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!