ફેસબુકનો ડેટા ચોરાયાનો કૌભાંડ પછી ભારતના ૧૯ અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ફેસબુકનું ભારતીય વર્ઝન વિકસાવવાનો વિચાર રમતો મૂક્યો છે.
આ વિશે તેમણે પોતાની એક ટવીટમાં લખ્યું કે “હવે કદાચ એવો સમય આવી ગયો છે કે આપણે આપણી પોતાની સોશિયલ નેટવર્કિંગ કંપની વિકસાવીએ જે બહુ વિસ્તૃત માલિકી ધરાવતી હોય, પ્રોફેશ્નલી મેનેજ્ડ હોય અને નિયંત્રણો સ્વીકારવા માટે તૈયાર હોય.
આ ટવીટ સાથે એમણે એ પણ જણાવ્યું કે કોઈ પણ ભારતીય સ્ટાર્ટઅપ કે યુવાનોની ટીમ પાસે આવો કોઈ આઇડિયા હોય તો તેઓ આ સમગ્ર પ્રોજેક્ટ માટે આર્થિક સહાય પૂરી પાડવા તૈયાર છે.
આનંદ મહિન્દ્રાના આ વિચારને ભારતના કાયદા અને ન્યાય તથા ઇલેકટ્રોનિક એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રી? પ્રધાન રવિશંકર પ્રસાદે પણ વધાવી લીધો છે.
મળતી માહિતી મુજબ આનંદ મહિન્દ્રાના આ સૂચનને જબરજસ્ત આવકાર મળી રહ્યો છે અને વિવિધ સ્ટાર્ટસઅપ તરફથી મળતા સૂચનો તપાસવાનો દોર શરૂ થઈ ગયો છે!

