(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબસાઈટ સલામત છે? તપાસી જુઓ

ઇન્ટરનેટ પર તમે કોઈ પણ વેબસાઇટ પર ખાબકો ત્યારે તમારી નજર અર્જુનની જેમ એ વેબપેજના કન્ટેન્ટ પર જ હોય છે કે બ્રાઉઝરની સમગ્ર વિન્ડો પર, જુદી જુદી બાજુ પણ તમારી નજર ફરે છે? દરેક બાબતમાં અર્જુન થવામાં લાભ નથી, ખાસ કરીને વાત જ્યારે ઇન્ટરનેટ પર સલામતીની હોય.

હવે પછી તમે કોઈ વેબપેજ પર જાઓ ત્યારે સીધા કન્ટેન્ટ પર નજર દોડાવતાં પહેલાં, બ્રાઉઝરના એડ્રેસબારમાં, પેજના યુઆરએલની આગળ નજર સ્થિર કરો. ત્યાં ‘સિક્યોર’ લખેલું જોવા મળે છે કે ગોળ કૂંડાળામાં ‘આઈ’ દેખાય છે? સિક્યોર કે આઇ બંને પર ક્લિક કરી જુઓ. સિક્યોર પર ક્લિક કરતાં વાંચવા મળશે કે આ સાઇટ દ્વારા તમે મોકલેલી તમારી વિગતો જેમ કે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર્સ વગેરે સલામત છે. જ્યારે આઇ પર ક્લિક કરતાં જોવા મળશે કે આ સાઇટ પર તમારું કનેક્શન સલામત નથી અને આ સાઇટ પર તમારે સંવેદનશીલ માહિતી આપવી નહીં.

સલામત સાઇટના યુઆરએલમાં શરૂઆતમાં https લખેલું હોય છે અને સાથે તાળાની નિશાની હોય છે. જ્યારે અસલામત સાઇટમાં ફક્ત http લખેલું હોય છે અને તાળાની નિશાની હોતી નથી.

આમ તો જે સાઇટ પર તમારે પાસવર્ડ કે બેન્ક કાર્ડ્સની વિગતો આપવાની ન હોય તે https પ્રકારની હોય તેવું જરૂરી ગણાતું નહોતું. એટલે ગૂગલ ક્રોમમાં આવી સાઇટના એડ્રેસ પહેલાં ફક્ત આઇની નિશાની બતાવવામાં આવતી હતી અને કોઈ તેના પર ક્લિક કરે તો સાઇટ માહિતી આપવા માટે અસલામત હોવાની ચેતવણી આપવામાં આવતી હતી.

પરંતુ આ મહિનાથી, એટલે કે જુલાઈ ૨૦૧૮થી ક્રોમના ૬૮મા વર્ઝનથી, આઇ ઉપરાંત સ્પષ્ટપણે ‘નોટ સિક્યોર’ લખવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ગૂગલનું ક્રોમ બ્રાઉઝર પીસી અને સ્માર્ટફોન બંનેમાં સૌથી લોકપ્રિય છે અને ઇન્ટરનેટને યૂઝર્સ માટે વધુ સલામત બનાવવા માટે ગૂગલ કંપની લાંબા સમયથી, દરેક વેબસાઇટ https પ્રકારની ટેક્નોલોજી અપનાવે તેવા પ્રયાસો કરી રહી છે. આ પ્રકારની વેબસાઇટ પર આપેલી માહિતી એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સચવાય છે અને કોઈ તેને જોઈ શકતું નથી. ગૂગલ ઉપરાંત એપલ પણ httpsના ઉપયોગને સતત પ્રોત્સાહન આપી રહી છે. આઇઓએસ એપ્સ ડેવલપર્સ માટે છેક જૂન ૨૦૧૬થી સલામત, https કનેક્શન ફરજિયાત બનાવી દેવામાં આવ્યાં છે.

https ન હોય તેવી સાઇટ ફક્ત જોવા-વાંચવામાં કોઈ વાંધો નથી, પણ આવી સાઇટ પર તમારી અગત્યની માહિતી ક્યારેય આપશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!