(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટવીટરમાં બુકમાર્ક્સની સગવડનો લાભ કઈ રીતે લેશો?

જો તમે ટવીટરનો નિયમિત ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં લગભગ દરેક ટવીટ તમને ઇન્ટરનેટ પર અવનવી અનેક પ્રકારની માહિતી તરફ દોરી જઈ શકે છે. પરંતુ દર સેક્ધડે તમારા ટવીટર એકાઉન્ટમાં સતત નવી નવી ટવીટ્સ ઉમેરાતી જ જતી હોય તો એમાંથી કામની માહિતી સાચવી લેવાનું કામ કપરું બની શકે.

એક રસ્તો એ થાય કે તમે ઉપયોગી લાગતી દરેક ટવીટમાંની લિંક પર ક્લિક કરો, તેમાંના વેબપેજ, વીડિયો, ફોટો વગેરે પર જાઓ અને ત્યાંથી તેને તમારી ફેવરિટ બુકમાર્કિંગ સર્વિસમાં સેવ કરી લો, પણ આવું ત્યારે ઉપયોગી થાય જ્યારે આપણે માટે ફક્ત એ ચોક્કસ વેબપેજ કે વીડિયો જ મહત્ત્વનાં હોય.

એ ટવીટ પોતે ઉપયોગી હોય અને ભવિષ્યમાં ફરી એના પર નજર ફેરવવી હોય તો? ટવીટરમાં તો વાતચીતના લાંબા થ્રેડ હોય છે, એ બહારની કોઈ પણ બુકમાર્કિંગ સર્વિસમાં સાચવી શકાય નહીં.

આમ તો આ માટેની સગવડ ટવીટરમાં બહુ પહેલાંથી મળી જવી જોઈતી હતી, પણ એ હવે છેક મળી છે – ટવીટરમાં બુકમાર્કિંગની સગવડ ઉમેરાઈ છે!

તેનો લાભ લેવા માટે…

  1. સૌથી પહેલી વાત, તમારા એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઇસમાં ટવીટરની ઓફિશિયલ એપમાં જ આ લાભ મળશે. તમારું વર્ઝન અપડેટ ન હોય તો કરી લો.
  2. તમને જે ટવીટ સેવ કરવા જેવી લાગે, તેને માટે, નીચના જમણા ખૂણામાં શેરનું બટન ક્લિક કરો.
  3. જે મેનુ ખૂલે તેમાં ‘એડ ટવીટ ટુ બુકમાર્ક્સ’ પસંદ કરો. સ્ક્રીન પર નીચેની બાજુએ કન્ફર્મેશન મળશે કે તમે બુકમાર્ક્સમાં કોઈ ટવીટ ઉમેરી છે.
  4. હવે જ્યારે પણ તમારા બુકમાર્ક્સ જોવા હોય ત્યારે સ્ક્રીનના ડાબી તરફના ખૂણે, તમારી ઇમેજ પર ક્લિક કરતાં ડાબેથી મેનુ ખૂલશે.
  5. તેમાં ‘બુકમાર્ક્સ’ પસંદ કરતાં, તમે ઉમેરેલા બધા બુકમાર્ક્સ જોવા મળશે. આ બુકમાર્ક્સ ટવીટ્સના લિસ્ટ તરીકે જ જોવા મળશે, એટલે અહીંથી અન્ય ટવીટ્સની જેમ જ, રીટવીટ કે લાઇક કરવી, લિંક્સ ઓપન કરવી વગેરે એક્શન લઈ શકાશે.
  6. કોઈ પણ ટવીટને બુકમાર્ક્સમાંથી દૂર કરવા માટે ફરી શેર આઇકન ક્લિક કરતાં ‘રીમૂવ ટવીટ ફ્રોમ બુકમાર્ક્સ’નો વિકલ્પ મળશે.
  7. મેનુમાંથી તમે એક સાથે તમામ બુકમાર્ક્સ દૂર કરી શકશો.

આ સગવડ હાલમાં પીસી કે લેપટોપમાં વેબ બ્રાઉઝરમાં ટવીટરનો ઉપયોગ કરતી વખતે મળતી નથી. એના ઉપાય તરીકે, કોઈ ટવીટને તમે પોતાને જ ડાયરેક્ટ મેસેજ તરીકે મોકલી શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!