(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક થોડા સમયમાં તેની પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરે તેવી શકયતા છે.

ફેસબુકે તેના ચેટ પ્લેટફોર્મ મેસેન્જરમાં વીડિયો એડ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ તેનો અમલ શરૂ થઈ ગયો હશે. અલબત્ત, આપણે અમુક એડ્સ હાઇડ કરી શકીશું અને તે વાંધાજનક હોવાનો રિપોર્ટ કરી શકીશું.

જોકે ગૂગલની જાહેરાતોમાં પણ યૂઝરને આવો કંટ્રોલ આપવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાંધાજનક એડ્સ રિપોર્ટ કરવાથી મોટા ભાગે કોઈ ફેર પડતો નથી!


જીમેઇલ અને ગૂગલ ફોટોઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત ઘણી ખૂબીઓ ઉમેરાઈ ગઈ છે અને આવાં ઘણાં નવાં ફીચર્સ તેમાં ટૂંક સમયમાં ઉમેરાશે.


ઇન્સ્ટાગ્રામે યુટ્યૂબની હરીફ જેવી વીડિયો સર્વિસ ‘આઇજીટીવી’ નામે લોન્ચ કરી છે. જોકે આમાં વર્ટિકલ વીડિયો જોવા મળે છે અને લોકોને એ ખાસ પસંદ પડ્યું હોય તેવું અત્યારે તો લાગતું નથી!


વોટ્સએપમાં બેથી વધુ લોકો જોડાઈ શકે તેવી ગ્રૂપ વીડિયો-ઓડિયો કૉલ્સની સુવિધા ઉમેરાઈ ગઈ છે. આ સુવિધા માટે બે વ્યક્તિ વાત શરૂ કરે તે પછી અન્ય વ્યક્તિને તેમાં જોડવાનો વિકલ્પ મળે છે.


જુલાઈ મહિનામાં કે આગામી થોડા સમયમાં ભારતમાં ૧૩ નંબરના મોબાઇલ નંબર લોન્ચ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!