(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • નંબર પોર્ટેબિલિટી ઝડપી બનશે
  • હવે રેલવે મુસાફરી સાથે ટેક્સીની મુસાફરી પણ સહેલી બનશે
  • ગૂગલ પણ હવે શોપિંગ ‘સાઇટ’ બનશે
  • ગૂગલ આસિસ્ટન્ટ અબ હિન્દી મેં ભી!
  • હવે ભારતની હોસ્પિટલમાં રોબોટ

નંબર પોર્ટેબિલિટી ઝડપી બનશે

ભારતમાં હજી થોડા સમય પહેલાં આપણો ફોન નંબર બદલ્યા વિના એક કંપનીમાંથી બીજી કંપનીની સેવા લેવાનું પણ અશક્ય હતું. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) તરફથી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ની સુવિધા મળતા આ શક્ય બન્યું પરંતુ તેની વિધિ હજી ઘણી લાંબી છે.

ભારતમાં આપણે નંબર બદલ્યા વિના કંપની બદલવી હોય તો તેની પ્રક્રિયા પૂરી થતાં સાતથી આઠ દિવસ લાગે છે. જ્યારે વિશ્વના અન્ય વિકસિત દેશોમાં ગણતરીના કલાકોમાં આ કામ થઈ જાય છે.

મળી રહેલા સમાચારો અનુસાર ટ્રાઇ દ્વારા એમએનપી માટે નવા ધારાધોરણો વિકસાવવામાં આવી રહ્યા છે જેને કારણે આ વિધિ ઘણી વધુ સરળ અને ઝડપી બનશે.

૨૦૧૦માં એમએનપીની શરૂઆત થયા પછી અત્યાર સુધીમાં ૩૩.૮૪ કરોડ લોકોએ તેનો લાભ લીધો છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ, ટાટા ડોકોમો અને એરસેલ જેવી કંપનીએ પોતાના ઓપરેશન્સ બંધ કરતા એમએનપીના પ્રમાણમાં ખાસ્સો વધારો થયો છે.


‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૮ અંકમાં આપણે જેની વિગતવાર વાત કરી તે, એલઇડી બલ્બથી ડેટા કનેકશન આપતી લાઇ-ફાઈ ટેકનોલોજી બહુ ઝડપથી વાસ્તવિકતા બને તેવી શક્યતા છે. મળતા સમાચાર મુજબ લાઇટિંગ માટેની જાણીતી આંતરરાષ્ટ્રીય કંપની ફિલિપ્સ એવી પહેલી વૈશ્વિક લાઇટિંગ કંપની બની છે જેણે લાઇ-ફાઇનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તેની ઓફિસીઝમાં હવે ૩૦ એમબીપીએસની સ્પીડથી એલઇડી બલ્બ દ્વારા ડેટા કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે.


હવે રેલવે મુસાફરી સાથે ટેક્સીની મુસાફરી પણ સહેલી બનશે

ભારતીય રેલવેની બુકિંગ સર્વિસ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરશન (આઇઆરસીટીસી)એ કેબ એગ્રિગેટર કંપની ઓલા સાથે જોડાણ કર્યું છે, જેનો લાભ લઈને આપણે જ્યારે આઇઆરસીટીસીની વેબસાઇટ્સ કે આઇઆરસીટીસી રેલ કનેક્ટ એપ પર રેલવેનું રીઝર્વેશન કરાવીશું ત્યારે તેની સાથોસાથ ટેક્સીનું બુકિંગ પણ કરાવી શકીશું.

આપણે મુસાફરીના સાત દિવસ અગાઉ ટેક્સી બુકિંગ કરાવી શકીશું અને ઇચ્છીએ તો સ્ટેશને પહોંચ્યા પછી પણ ટેક્સી બુકિંગ કરાવી શકાશે. ઓલાની એપ પર મળતી બધા જ પ્રકારની કેબ માટેનું બુકિંગ, ઓલાના ભાવોભાવ આઇઆરસીટીસીની સાઇટ કે એપ પરથી કરી શકાશે. ફક્ત ઓલા તરફથી કોઈ ડિસ્કાઉન્ટ હશે તો તેનો આ રીતે લાભ મળી શકશે નહીં. આ પ્રોજેક્ટ હાલ પૂરતો છ મહિનાના પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે.



સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીના જુવાળમાં સતત ઊંચનીચ જોવા મળી રહી છે ત્યારે ફેસબુક અને ગૂગલ પછી હવે ટવીટરે પણ પોતાના પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી સંબંધિત જાહેરાતો બતાવવાનું બંધ કરી દીધું છે. દરમિયાન ભારતમાં ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને કાયદેસર માન્યતા ન આપવા અંગે મક્કમ છે. પરિણામે ભારતમાં સીટી બેન્ક અને ત્યારે પછી એચડીએફસી બેન્કે પોતાની સર્વિસીઝની મદદથી ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.


ગૂગલ પણ હવે શોપિંગ ‘સાઇટ’ બનશે

દુનિયાભરના લોકોને તેમના મનમાં ઘોળાતા સવાલો માટે ગૂગલિંગ કરવા તરફ વાળી દેનાર ગૂગલ કંપની હવે લોકોની સર્ચની આદતમાંથી વધુ કમાણી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધી ગૂગલ વિવિધ રિટેલ કંપનીની પ્રોડક્ટસની સર્ચ રિઝલ્ટની સાથોસાથ જાહેરાત બતાવે છે. પરિણામે થાય છે એવું કે લોકો વિવિધ ચીજવસ્તુઓ ક્યાંથી ખરીદવી એ ગૂગલને પૂછે છે અને પછી ગૂગલની જ મદદથી એમેઝોન જેવી સાઇટ પર જઇને ત્યાંથી ખરીદી કરે છે!

આ સ્થિતિ બદલવા માટે હવે સર્ચ રિઝલ્ટ પરથી સીધી ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા અમલમાં આવી રહી છે. શોપિંગ એકશન્સ નામની આ વ્યવસ્થા શરૂઆતમાં માત્ર યુએસમાં લોન્ચ થશે.


એક અખબારી અહેવાલ અનુસાર ૨૦૧૭ના વર્ષમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકિંગ સંબંધિત ફ્રોડના ૧૭૦૦ થી વધુ કેસ નોંધાયા. આ કેસીસમાં નુકસાનીનો કુલ આંકડો રૂ. ૭૧.૪૮ કરોડ હતો. આ તમામ કેસ રૂ. એક લાખથી વધુ રકમના ફ્રોડ સંબંધિત હતા. ગયા મહિને રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી.


ગૂગલ આસિસ્ટન્ટ અબ હિન્દી મેં ભી!

જો તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે આ સર્વિસની મદદથી આપણે ફોન સાથે વાતચીત કરીને તેની પાસે જુદાં જુદાં ઘણાં કામ કરાવી શકીએ છીએ. આ સર્વિસમાં અત્યાર સુધી ઇંગ્લિશ, ફ્રેન્ચ અને જર્મન જેવી ભાષાઓમાં કમાન્ડ આપી શકાતા હતા પરંતુ હવે તેમાં હિન્દી સહિત સાત નવી ભાષાઓ ઉમેરાઈ છે.

મતલબ કે હવે આપણે ફોનને હિન્દીમાં એમ કહી શકીશું કે “કલ સુબહ સાઢે પાંચ બજે કા એલાર્મ સેટ કરો અને આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણા આદેશ મુજબ એલાર્મ ગોઠવી આપશે!


હવે ભારતની હોસ્પિટલમાં રોબોટ

હૈદ્રાબાદમાં શરૂ થયેલી એક નવી હોસ્પિટલમાં ડોકટરના આસિસ્ટન્ટ તરીકે એક રોબોટને કાર્યરત કરવામાં આવ્યો છે. આ રોબોટ અત્યારે તો એક પ્રોટોટાઇપ તરીકે એટલે કે પ્રાયોગિક ધોરણે કાર્યરત છે. આ રોબોટ હોસ્પિટલના મુલાકાતીઓના ચહેરા સ્કેન કરી શકે છે, દર્દીઓ સાથે વાતચીત કરી શકે છે તથા તેમના પ્રશ્નોના જવાબ આપી શકે છે અને પેમેન્ટ કરવામાં પણ મદદ કરી શકે છે.

હોસ્પિટલમાં આવનારા સમયમાં કુલ પાંચ રોબોટ્સ કાર્યરત કરવામાં આવશે. એકાદ મહિનામાં અમલમાં આવનારા બીજા તબક્કામાં, મુલાકાતી સાથે ફક્ત હાથ મીલાવીને રોબોટ તેમનું ટેમ્પરેચર, બ્લડપ્રેશર અને અન્ય કેટલાક પેરામીટર્સનો ડેટા કેપ્ચર કરી શકશે. ડોકટર જેવું કામ કરવાની સાથોસાથ આ રોબોટ હોસ્પિટલની ફર્શ સાફ કરવાની જવાબદારી પણ સંભાળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!