(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે ક્રિકેટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ક્રિકેટમાં અત્યારે કોઈ બોલર બોલિંગ કરતો હોય ત્યારે તેના દરેક બોલની સ્પીડ કેટલી હતી અને પીચ પર બોલે ક્યાં ટપ્પો ખાધો અને ત્યાંથી ઉછળીને કેટલે ઊંચે ગયો તે આપણે સ્ક્રીન પર સચોટ રીતે જોઈ શકીએ છીએ. એલબીડબલ્યુની અપીલ વખતે જજમેન્ટ થર્ડ અમ્પાયરને સોંપવામાં આવે ત્યારે બોલ પીચ પરથી ઉછળીને વિકેટ પર ગયો હોત કે નહીં તે જાણવા માટે બેટ્સમેનની આરપાર જતો હોય એ રીતે બોલનો પાથ સ્ક્રીન પર જોઈ શકાય છે.

પરંતુ બેટસમેન જ્યારે બોલને ફટકારે ત્યારે બેટ અને બોલ વચ્ચે શું થાય છે તેની કોઈ માહિતી મળતી નથી. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ટીમના સ્પીનર, કેપ્ટન અને કોચ રહી ચૂકેલ અનિલ કુંબલે માઇક્રોસોફ્ટના સાથમાં આ સ્થિતિ બદલવા માગે છે.

અનિલ કુંબલેએ બેંગાલુરુમાં ‘સ્પેક્ટાકોમ’ નામની એક ટેક સ્ટાર્ટઅપ કંપની લોન્ચ કરી છે. આ કંપનીએ માઇક્રોસોફ્ટના સાથમાં ક્રિકેટમાં બેટ્સમેનને સંબંધિત અનેક પ્રકારનો ડેટા મેળવવા માટેની ટેકનોલોજી વિકસાવી છે. અનિલ કુંબલેએ તેને નામ આપ્યું છે – પાવર બેટ.

આ ટેકનોલોજી મુજબ બેટ્સમેનના બેટમાં પાછળના ઉપસેલા ભાગ પર ક્રેડિટ કાર્ડના માપનું, વિવિધ સેન્સર ધરાવતું એક કાર્ડ લગાવવામાં આવે છે.

જ્યારે બેટ્સમેન બોલને ફટકારે ત્યારે આ સેન્સર વિવિધ પ્રકારનો ડેટા સેન્સ કરે છે. જેમ કે બોલને કેવી રીતે ફટકારવામાં આવ્યો? બેટ કેટલી સ્પીડે વીંઝવામાં આવ્યું? બોલને ફટકારતી વખતે બેટને કેટલા એંગલથી ટવીસ્ટ કરવામાં આવ્યું? સૌથી અસરકારક શોટ માટે બેટના જે ભાગમાં બોલ અથડાવો જોઇએ તે ‘સ્વીટ સ્પોટ’થી કેટલો નજીક કે દૂર બોલ બેટને અથડાયો? વગેરે જુદા જુદા પ્રકારનો ડેટા બેટની પાછળના ભાગે લગાવેલ કાર્ડ સેન્સ કરે છે.

બેટ્સમેનની પાછળ સ્ટમ્પની નીચે એક બોક્સ મૂકેલું હોય છે તેની સાથે બેટ્સમેનના બેટમાંનું કાર્ડ બ્લુટૂથથી કનેકટેડ હોય છે. તેની મદદથી કાર્ડમાંનો ડેટા પહેલાં સ્ટમ્પ બોક્સમાં અને ત્યાંથી માઇક્રોસોફ્ટના સર્વર્સ સુધી પહોંચે છે. અહીં આ ડેટા ‘અઝુરે સ્ફિયર’માં પહોંચે છે. અહીં  આર્ટિફિશનયલ ઇન્ટેલિજન્સની મદદથી રઇલ ટાઇમમાં આ ડેટાનું વિવિધ રીતે એનાલિસિસ થાય છે, જે છેવટે બ્રોડકાસ્ટર સુધી પહોંચે છે. પરિણામે વિરાટ કોહલી અને રોહિત શર્માની બંનેની ડબલ સેન્ચ્યુરીમાં કોણે ખરેખર કેવા શોટ્સ ફટકાર્યા તેનું સચોટ વિશ્ર્લેષણ આપણે ટીવીના સ્ક્રીન પર જોઈ શકીએ!

હમણાં યોજાઈ ગયેલી તમિલનાડુ પ્રીમિયર લીગમાં, ટીવી બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાના સહયોગમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થયો. હવે ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ અને તેના જેવી વિશ્વભરમાં યોજાતી અલગ અલગ લીગમાં આ પાવર બેટ્સ ઉપયોગમાં લેવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.

જોકે કુંબલે અને માઇક્રોસોફ્ટનું આખરી લક્ષ્ય દેખીતી રીતે ઇન્ટરનેશનલ મેચીઝ હશે. પાવર બેટમાંની ચીપનું વજન ફક્ત પાંચ ગ્રામ હોવાથી બેટ્સમેનને બેટમાં તેની હાજરી પણ વર્તાશે નહીં પરંતુ મેચમાં આ ટેકનોલોજીના ઉપયોગ માટે વિવિધ સ્તરે મંજૂરીઓ મેળવવી આવશ્યક રહેશે.

બની શકે કે આવનારા દિવસોમાં આપણે ક્રિકેટમાં ટેકનોલોજીનો ઉપયોગ હજી ઘણો વધુ વિસ્તરતો જોઈ શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!