(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અગિયાર વર્ષ પહેલાં, સ્ટીવ જોબ્સ અને તેની એપલ કંપનીએ દુનિયાને આઇફોનની ભેટ આપી. ત્યારથી આજ સુધીમાં આઇફોન અને તેની ઓપરેટિંગ સિસ્ટમ્સમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા છે અને આ સમય દરમિયાન આઇફોને સ્માર્ટફોન ટેકનોલોજીમાં કેટલાય એવા નવા માઇલસ્ટોન રચ્યા, જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી, પણ હવે એ આપણા જીવનનો કાયમી હિસ્સો બની ચૂક્યા છે!

જેમ કે અત્યારે આપણે કોઈ પણ ઇમેજને અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી સહેલાઇથી ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ કરી શકીએ છીએ, એ સુવિધા છેક ૨૦૦૭માં પહેલી વાર આઇફોનમાં જોવા મળી હતી! એ જ રીતે અત્યારે સ્માર્ટફોનની જેના વિના કલ્પના પણ થઈ શકતી નથી, એ એપ્સની શરૂઆત જુલાઈ ૨૦૦૮માં આઇફોન માટેના એપ્સ સ્ટોરથી થઈ. એપ્સ તો એ પહેલાં પણ હતી પણ યૂઝર્સ સહેલાઇથી એપ્સ પસંદ કરીને ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા આ એપ્સ સ્ટોરથી શરૂ થઈ.

આઇફોનની બીજી એક જબરદસ્ત વિશેષતા છે તેનો ડિસ્પ્લે. એપલે તેને રેટિના ડિસ્પ્લે નામ આપ્યું. આઇફોન ૪એસમાં રેટિના ડિસ્પ્લેની રજૂઆત થઈ ત્યારે એ સમયના અન્ય ડિસ્પ્લે કરતાં તેમાં લગભગ ચાર ગણી પિકસેલ ડેન્સિટી હતી! હવે તો આઇફોન એક્સઆર સાથે એપલે લિક્વિડ રેટિના ડિસ્પ્લે રજૂ કર્યા છે.

સ્માર્ટફોન આવ્યા પછી આપણું રોજબરોજનું કામ ઘણું સહેલું બન્યું છે પરંતુ તેની બહુ મોટી કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ. સ્માર્ટફોન આપણને વધુમાં વધુ અનુકૂળ કે ઉપયોગી માહિતી કે સર્વિસ આપી શકે છે, તેના મૂળમાં એ જ વાત છે કે તે આપણો વધુમાં વધુ ડેટા મેળવે છે. સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આવ્યા પછી આપણો ડેટા મેળવવાનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. એની શરૂઆત પણ આઇફોન ૪થી એપલે કરી અને દુનિયાને સિરીની ભેટ આપી.

હવે તદ્દન સામાન્ય બજેટ સ્માર્ટફોનમાં પણ ફિંગરપ્રિન્ટ સ્કેનરની સગવડ મળી ગઈ છે. તેની શરૂઆત એપલે આઇફોન ૫એસમાં ટચઆઇડી સાથે કરી હતી. એ જ રીતે, આપણો ચહેરો પારખીને સ્માર્ટફોન અનલોક થઈ જાય તેવી ફેસઆઇડીની સુવિધા પણ એપલે આપી.

આ સિવાય ડીએસએલઆર કેમેરા જેવી બ્લર્ડ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપતા ફોટોગ્રાફ, ઘણાને ગમતો અને ઘણાને બિલકુલ ન ગમતો સ્ક્રીન પરનો નોચ, એનિમેટેડ ઇમોજી વગેરે જુદી જુદી ઘણી વિશેષતા પણ એપલની જ દેન છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!