(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે નોકરી પણ ગૂગલ કરો!

[vc_row][vc_column][vc_column_text]ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ.

જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ પડ્યો હશે. આ સમાચાર તમારા ધ્યાનમાં ન આવ્યા હોય કે ગૂગલની આ નવી સુવિધા એક્ઝેટલી કેવી રીતે કામ કરે છે તે ન સમજાયું હોય તો આગળ વાંચો.

ગૂગલમાં જોબ સર્ચ એ કોઈ અલગ એપ કે વેબસર્વિસ નથી. તે ગૂગલ સર્ચ એન્જિનમાં જ ઉમેરાયેલી સુવિધા છે.

હવે પછી તમે સ્માર્ટફોન કે પીસીમાં ગૂગલ સર્ચમાં ‘જોબ્સ નીયર મી’ જેવું કંઇક સર્ચ કરશો અથવા ‘ગ્રાફિક ડિઝાઇનર જોબ્સ’ કે ‘સેલ્સ મેનેજર જોબ્સ નીયર મી’ જેવી કોઈ ચોક્કસ પોઝિશન માટે સર્ચ કરશો તો સર્ચ રિઝલ્ટના પેજ પર જ અલગ અલગ વેબસાઇટમાંથી તારવેલ જોબ લિસ્ટિંગનાં રિઝલ્ટ જોવા મળશે.

ઇન્ટરનેટ પર નોકરી શોધનાર અને નોકરી આપનારનો મેળાપ કરાવી આપનારી અનેક સર્વિસ શરૂ થઈ છે. એ કારણે ઇન્ટરનેટ પર નોકરી સંબંધિત સર્ચનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે.

ગૂગલના તારણ મુજબ વર્ષ ૨૦૧૭ના છેલ્લા ત્રણ મહિનામાં ગૂગલ પર નોકરી સંબંધિત ક્વેરીમાં આગલા વર્ષના એ જ ગાળા કરતાં ૪૫ ટકા જેટલો વધારો નોંધાયો હતો. તેમાંથી ૫૦ ટકા જેટલી ક્વેરી મોબાઇલ પર થાય છે.

પરંતુ નોકરી આપતી સંખ્યાબંધ સાઇટ્સ પર રોજે રોજ નોકરી શોધવા જવું કોઈને પણ માટે મુશ્કેલ બની શકે છે. એના ઉપાય તરીકે ગૂગલે આપણે નોકરી સંબંધિત જે કંઈ સર્ચ કરીએ તેનાં પરિણામો વિવિધ જોબ સાઇટ્સ પરથી તારવીને બતાવવાનું શરૂ કર્યું છે.

આ માટે ગૂગલે સંખ્યાબંધ જોબ સાઇટ્સ સાથે જોડાણ કર્યું છે. ગૂગલ પર નોકરી શોધ્યા પછી જે પરિણામો મળે તેમાંથી કોઈ પર ક્લિક કરતાં તેને સંબંધિત વધુ માહિતી મળે છે. આ નવા પેજ પર જોબ ટાઇટલ, લોકેશન, જોબ ટાઇપ, કંપની ટાઇપ કે એમ્પ્લોયર કંપની વગેરે જુદી જુદી રીતે સર્ચ કરી શકીએ છીએ.

એ પેજ પર આપણને જે જોબમાં રસ પડ્યો હોય તેને સેવ કરી રાખી શકીએ છીએ. એ ઉપરાંત, આપણે જે કેટેગરી કે લોકેશન વગેરે માટે જોબ સર્ચ કરેલ હોય તેને માટે એલર્ટ પણ સેટ કરી શકીએ, જેથી એ વિશે નવી કોઈ જોબની પોસ્ટ મૂકાય તો આપણને ઈ-મેઇલ પર તેની જાણ કરવામાં આવે છે. એલર્ટ્સ પોસ્ટ મૂકાય તે સાથે અથવા રોજેરોજ કે અઠવાડિયે ઈ-મેઇલ કરવામાં આવે તેવું સેટિંગ કરી શકાય છે.

આપણે જે જોબ માટે અરજી કરવા માગતા હોઈએ તેની માહિતી દર્શાવતા પેજ પરથી, એ જોબ પોસ્ટ કઈ પ્લેસમેન્ટ સર્વિસની સાઇટ પર મૂકાઈ છે તે જાણી શકાય અને ત્યાંથી જ અરજી કરી શકાય છે.


તમારા રસના ફિલ્ડમાં નોકરીની કેવી તકો છે કે કેવી નવી તકો વિકસી રહી છે એ જાણવા પણ આ સુવિધા ઘણી ઉપયોગી થઈ શકે છે.[/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!