સ્માર્ટફોને ધીમે ધીમે કરીને કેમેરાનું સ્થાન લઈ લીધું છે. અત્યારે આપણે કેમેરા તો સાવ ભૂલી જ ગયા છીએ. પહેલાં કરતાં હવે સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી ક્લેરિટી પણ ઘણી સારી મળે છે, જોકે સ્માર્ટફોનના કેમેરામાં જેમ વધુ રેઝોલ્યુશાનના ફોટોગ્રાફ લેવાની સગવડ મળી તેમ, ફોટોની સાઇઝ પણ ઘણી મોટી થવા લાગી છે. તેનાથી ફોનની મેમેરી પણ ઝડપથી ભરાઈ જાય છે.
આ કારણે, જો તમે સોશિયલ સાઇટ પર અપલોડ કરવાના હેતુથી જ ફોટોગ્રાફ લઈ રહ્યા હો અથવા કોઈ ઠેકાણે ઓનલાઇ એપ્લિકેશ કરવાની હોય તેના માટે અમુક નિશ્ચિત સાઇઝથી વધુ ન હોય એવો ફોટોગ્રાફ લેવાનો હોય તો પહેલેથી કેમેરાના સેટિંગ્સમાં જઈ, ફોટોગ્રાફનું શક્ય એટલું ઓછું રેઝોલ્યુશન પસંદ કરીને ફોટોગ્રાફ લેવો યોગ્ય રહેશે.
આ રીતે ફોટોઝની સાઇઝ નાની રહેશે. ઓછી સાઇઝવાળી ઇમેજ અપલોડ કરવાથી ઇન્ટરનેટ પણ ઓછું વપરાશે.
અલબત્ત, લાંબા ગાળાની યાદગીરી માટે કે પ્રિન્ટ કરાવવાના હેતુથી ફોટોગ્રાફ લેતા હો તો તેનું રેઝોલ્યુશન મેક્સિમમ રાખવું જ સારું રહેશે.

