(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં ડોક્યુમેન્ટનું એડિટિંગ સહેલું બનાવો

માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો અને પછી તેમાં જુદી જુદી જગ્યાએ એડિટ્સ કર્યા હોય એટલે કે ફેરફાર કર્યા હોય, પછી છેલ્લે જે ફેરફાર કર્યો હોય ત્યાં પહોંચવું હોય તો?

જો ડોક્યુમેન્ટ બહુ મોટુડ્ઢ હોય તો આપણે કરેલા ફેરફારો સુધી ફરી પહોંચવું મુશ્કેલ બનતું હોય છે. આપણે કરેલા દરેક ફેરફારનું એકદમ પરફેક્ટ ટ્રેકિંગ કરવું હોય તો તેને માટે જે તે ડોક્યુમેન્ટમાં ટ્રેક ચેન્જિસની સુવિધા ઓન કરવી પડે (એની વાત ફરી  ક્યારેક કરીશું) પરંતુ જો માત્ર અગાઉના ફેરફારની જગ્યાએ કર્સર પહોંચાડવું હોય તો એ ડોક્યુમેન્ટ ઓપન હોય ત્યારે શિફ્ટ+એફ૫ કી  પ્રેસ કરી જુઓ. એમ કરવાથી તમે છેલ્લે જે ફેરફાર સેવ કર્યો હશે ત્યાં કર્સર પહોંચી જશે.

કોઈ ડોક્યુમેન્ટમાં આપણે ફેરફાર કરી રહ્યા હોઈએ ત્યારે છેલ્લે ક્યાં અટક્યા હતા એ જાણવા માટે આ સુવિધા કામ લાગે તેવી છે. જોકે આ રીતે આપણે ડોક્યુમેન્ટમાં કર્સર જ્યાં જ્યાં ફેરવ્યું હશે ત્યાં ત્યાં તે ફરી આંટાફેરા કરશે. એટલે વાત થોડી ગૂંચવણભરી બની શકે છે. આ જ કારણે વર્ડના ૨૦૧૩ વર્ઝનમાં ‘રીઝ્યુમ રીડિંગ’ નામનું નવું ફિચર ઉમેરાયું છે જે આપણે જ્યાં અટક્યા હોઈએ ત્યાંથી ફરી શરૂ કરવાની સગવડ આપે છે. આ સુવિધા પાવરપોઈન્ટના ૨૦૧૩ વર્ઝનમાં પણ ઉમેરાઈ ગઈ છે.

વર્ડ આ સુવિધાને ‘ગો બેક કમાન્ડ’ કહે છે. ગો બેક અને અન્ડુ વચ્ચે ગૂંચવાશે નહીં કારણ કે બંનેનાં કામ  તદ્દ જુદાં છે. ગો બેકમાં આપણે કરેલા ચાર ફેરફારો સુધી આપણે ફરી પહોંચી શકીએ છીએ. જ્યારે અન્ડુમાં આપણે જે ફેરફાર કર્યો હોય તે એ ફેરફાર જ દૂર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!