આપણા દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત રોજે રોજ ઘટી રહી છે અને તેનું મૂલ્ય રોજે રોજ વધી રહ્યું છે!
રિલાયન્સ જિઓના આગમન પહેલાં આપણે ૧-૨ જીબીના ડેટા પ્લાનમાં આખો મહિનો ખેંચી નાખતા હતા અને હવે લગભગ એટલા જ ખર્ચમાં રોજના ૧-૨ જીબી જેટલો ડેટા મળે છે તોય ઓછો પડવા લાગ્યો છે.
કારણ દેખીતું છે – મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને પરિણામોના કવરેજ દરમિયાન તમે જોયું હશે કે વિવિધ ન્યૂઝ ચેનલ્સની અને અખબારોની મોબાઇલ વેબસાઇટ કે એપ ટીવીની હરીફાઇ કરવા લાગી હતી. ન્યૂઝ સાઇટ્સી એપમાં જ હવે લાઇવ ચેનલ્સ શરૂ થવા લાગી છે.
ટીવીમાં રાત્રે 9 વાગ્યે પરિવારને કોઈ સિરિયલ જોવી હોય, પણ તમારે રિપબ્લિક ચેનલ પર અર્નબ ગોસ્વામીની ડિબેટ જોવી હોય તો ફોનમાં રિપબ્લિકની એપ ઇન્સ્ટોલ કરીને તેના પર લાઇવ ડિબેટ જોઈ શકો છો.
આવનારા દિવસોમાં આપણને ગમે તેટલો ડેટા મળે તો તે ઓછો જ પડવાનો છે કારણ કે આપણો વપરાશ સતત વધે છે અને મોટા ભાગી એપ્સ, આપણે ઓ કરી હોય ત્યારે એ કરી હોય ત્યારે પણ આણો ડેટા પ્લા ખર્ચ કરતી રહે છે.
ઘણા પરિવારમાં મહિલાઓ, ઘરકામમાં ચૂકી જવાયેલી સિરિયલનો એપિસોડ હવે પોતાના મોબાઇલમાં જોઈ લે છે કેમ કે સંખ્યાબંધ એપ્સમાં હવે આખે આખી સિરિયલ્સ જોઈ શકાય છે.
એ જ રીતે, ખાસ વેબ માટે સ્પેશિયલ વેબ સીરિઝ પણ બનવા લાગી છે. ક્રિકેટ મેચ સુદ્ધાં મોબાઇલમાં લાઇવ જોઈ શકાય છે. મ્યુઝિક સ્ટ્રીમિંગ હવે એટલું સહેલું બન્યું છે કે એમી૩ ફાઇલ્સ સ્ટોર કરવાનો જમાનો તો હવે બિલકુલ ભૂલાવા લાગ્યો છે.
આ બધું ધ્યાનમાં રાખતાં આવનારા દિવસોમાં આપણને ગમે તેટલો ડેટા મળે તો તે ઓછો જ પડવાનો છે કારણ કે મોટા ભાગની એપ્સ, આપણે ઓપન કરી હોય ત્યારે અને ન કરી હોય ત્યારે પણ આપણા ડેટા પ્લાન ખર્ચ કરતી રહે છે. ઓફિસમાં મોબાઇલમાં ક્રિકેટ મેચ જોતી વખતે કે ઘરમાં સિરિયલનો ગઈ કાલનો એપિસોડ જોતી વખતે આપણને ખબર પણ પડતી નથી કે આપણે કેટલો ખર્ચ કરી નાખ્યો!
પરિણામે આપણા ફોનમાં કોઈ એવી એપ હોવી જોઈએ જે આપણા ફોનમાં કઈ એપ, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે તે આપણને બતાવી શકે અને મોબાઇલ ડેટાને આપણા કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે.
મોટા ભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં મોબાઇલ ડેટા મેનેજમેન્ટ માટેની સગવડ હોય જ છે, પરંતુ સેટિંગ્સના પેજમાં તેના સુધી પહોંચવું મુશ્કેલ હોય છે.
ગૂગલે હમણાં ‘ડેટાલી’ નામની આવી જ એક એપ લોન્ચ કરી છે. આ એપ આપણને ત્રણ રીતે ઉપયોગી થાય છે.
આપણો ડેટા ઉપયોગ સમજવામાં
આ એપની મદદથી આપણે દર કલાકે, દરરોજ, દર અઠવાડિયે અને દર મહિનાના ધોરણે આપણે મોબાઇલ ડેટાનો કેવો અને કેટલો વપરાશ કરીએ છીએ તે સમજી શકીએ છીએ. આ એપ આપણને મોબાઇલ ડેટાની બચત કેવી રીતે કરી શકાય તેની આપણા ઉપયોગ આધારિત ભલામણો પણ સૂચવતી રહે છે.
આપણા ડેટા પર કંટ્રોલ રાખવામાં
આ એપના સેટિંગ્સમાં જઈને તમે ‘બબલ કંટ્રોલ’ ઓન કરશો પછી જ્યારે પણ તમે કોઈ એપ ઓપન કરશો ત્યારે, એ સેશનમાં એ એપે કેટલા મોબાઇલ ડેટાનો ઉપયોગ કર્યો તે જોવા મળશે.
જો તમને લાગે કે કોઈ એપ તમારા ડેટાનો વધુ પડતો ઉપયોગ કરી રહી છે તો ફક્ત એક ક્લિકથી તમે એ એપ પૂરતો ડેટાનો ઉપયોગ બ્લોક કરી શકશો. એ જ રીતે જે તે એપ પૂરતો ડેટાનો ઉપયોગ ઓન પણ કરી શકાય છે.
આપણા ડેટાની બચત કરવામાં
ઘણીવાર એવું બને કે આપણી પાસે ડેટા ઓછો બચ્યો હોય પણ મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ જરૂરી હોય. આવી સ્થિતિમાં પણ ડેટાલી ઉપયોગી થઈ શકે છે.
તમારા ફોનમાં ડેટાલી એપ્સ ઇન્સ્ટોલ્ડ હોય તો જ્યારે પણ તમે પબ્લિક વાઇફાઇ સ્પોટની નજીક હો તો ડેટાલી તમને ફ્રી વાઇફાઇ ઉપલબ્ધ હોવા તરફ ધ્યાન દોરશે અને કનેક્ટ થવામાં મદદ પણ કરશે.
ગૂગલના દાવા મુજબ ફિલિપાઇન્સમાં ડેટાલીના થોડા મહિનાના ટેસ્ટિંગ દરમિયાન આ એપથી લોકોના ડેટા ખર્ચમાં ૩૦ ટકા જેટલી બચત જોવા મળી છે. તમે વાઇ-ફાઇને બદલે ડેટા પ્લાનનો વધુ ઉપયોગ કરતા હો તો આ એપ તમારે કામની છે.
ગૂગલના દાવા મુજબ ફિલિપાઇન્સમાં ડેટાલીના થોડા મહિનાના ટેસ્ટિંગ દરમિયાન આ એપથી લોકોના ડેટા ખર્ચમાં ૩૦ ટકા જેટલી બચત થતી હોવાનું પરિણામ મળ્યું છે. એન્ડ્રોઇડ-૫ (લોલિપોપ) તે તેના પછીનું વર્ઝન ધરાવતા કોઇ પણ સ્માર્ટફોનમાં આ એપનો ઉપયોગ કરી શકાશે.
તમે લગભગ અનલિમિટેડ પ્રકારના ડેટા પ્લાનનો ઉપયોગ કરી રહ્યા હો કે મોટા ભાગે ઓફિસ કે ઘરમાં વાઇ-ફાઇ સિગ્નલ તમને મળી રહેતાં હોય તો તમારે ડેટાલી જેવી કોઈ એપની ખાસ જરૂર નથી, પણ જો તમારો ડેટા પ્લાન મર્યાદિત જીબીનો હોય અને મોટા ભાગે તમારે ડેટા પ્લાનની મદદથી જ મોબાઇલમાં નેટ કનેક્ટિવિટી મેળવવી પડતી હોય તો તમારે માટે આ એપ બહુ ઉપયોગી છે.
શરૂઆતમાં તેના ઉપયોગ બાબતે તમને કદાચ થોડી ગૂંચવણો થશે,પણ એક વાર આ એપના ઉપયોગની ફાવટ આવશે તે પછી તે તમારા મોબાઇલમાં ઇન્ટરનેટનો ખર્ચ ઘટાડવામાં ખાસ્સી મદદરૂપ થઈ શકે છે.
ડેટાલી એપ ઓપન કરશો ત્યારે આ પ્રકારનો હોમ સ્ક્રીન જોવા મળશે
તેમાં ડેટા સેવર બટન ઓન કરતાં, વિવિધ એપ્સ દ્વારા મોબાઇલ ડેટાના વપરાશ પર અંકુશ આવશે
‘મેનેજ ડેટા’ પર ક્લિક કરતાં, ક્યારે, કઈ એપમાં કેટલો મોબાઇલ ડેટા ખર્ચાઈ રહ્યો છે તે જોવા મળશે
‘ડેટા સેવર’ બટન ઓન હશે ત્યારે, મહત્ત્વની એપ્સ સિવાય બધી એપ્સ સામે લોકની નિશાની દેખાશે
તમે તમારા કામની એપ્સ બેકગ્રાઉન્ડમાં પણ ડેટાનો ઉપયોગ કરતી રહે એવું સેટિંગ કરી શકો
જે તે એપમાં તમે ઇચ્છો ત્યારે ડેટા ચાલુ કે બંધ કરી શકો છો!


