(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સમાં કાર પાર્કિંગ નોંધી લો!

એરપોર્ટના વિશાળ પાર્કિંગ પ્લોટ્સ જેવી કોઈ જગ્યાએ તમે કાર પાર્ક કરો પછી કાર એક્ઝેટલી ક્યાં પાર્ક કરી હતી તે યાદ રાખવું મુશ્કેલ બની જતું હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરી શકે છે.

જોકે એ માટે તમારા ફોનમાં લોકેશનનું સેટિંગ ઓન હોવું જરૂરી છે.

કાર પાર્ક કર્યા પછી સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપન ઓપન કરો અને તેમાં દેખાતા બ્લુ ડોટ પર ક્લિક કરો.

આ ડોટ મેપ પર આપણું સ્થાન દર્શાવે છે.

દેખાઈ રહેલા વિકલ્પોમાં ‘સેવ યોર પાર્કિંગ’ વિકલ્પ ક્લિક કરો.

હવે દેખાતા સ્ક્રીનમાં ‘મોર ઇન્ફો’ પર ક્લિક કરો. અહીંથી તમે આ લોકેશન બીજા સાથે શેર કરી શકો છો. કોઇ નોંધ લખવી હોય તો લખી શકો છો અને નિશ્ચિત સમય માટે પાર્કિંગ મળ્યું હોય તો તે સમય નોંધી દેવાથી છેલ્લી પંદર મિનિટ બાકી હોય ત્યારે તમને એલર્ટ પણ મળી જશે!

એ ઉપરાંત અહીં કેમેરા આઇકન પર ક્લિક કરીને તમે કારના લોકેશનનો ફોટોગ્રાફ પણ મેપમાં સેવ કરી શકો છો.


કમ્પ્યુટર પર જુદા જુદા પ્રોગ્રામ્સની જુદી જુદી વિન્ડોઝ પર કામ કરી રહ્યા હો ત્યારે એક સાથે તમામ વિન્ડોઝ મિનિમાઇઝ કરવાની જરૂર ઊભી થઈ? તો વિન્ડો કી+એમ કી પ્રેસ કરો. એ જ રીતે શિફ્ટ સાથે વિન્ડો કી અને એમ પ્રેસ કરતા અગાઉ મિનિમાઇઝ કરેલી વિન્ડો પૂર્વવત થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!