(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મશીન હવે દલીલો પણ કરે છે!

ગયા મહિનાની ૧૮ તારીખે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન (આઈબીએમ)ના કેમ્પસમાં એક ડીબેટ યોજાઈ. ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર આપણે રોજેરોજ બૂમાબૂમભરી ડીબેટ્સ જોઈ જોઈને ક્ંટાળી ગયા છીએ, પરંતુ આઇબીએમના કેમ્પસમાં યોજાયેલી આ ડીબેટ જુદી હતી હતી.

ડીબેટનો વિષય હતો “આપણે અવકાશના સંશોધનને સબસિડાઇઝ્ડ કરવું જોઈએ. આમ તો ડીબેટનો વિષય આના બદલે બીજો કોઈ પણ હોત તો પણ દુનિયા આખીની નજર આ ડીબેટ પર મંડાઈ રહે તેવું થવાનું હતું. ડીબેટમાં ભાગ લેનારા બંને પક્ષે ડીબેટના વિષયની તરફેણમાં અને વિરૂદ્ધમાં દલીલો કરવાની હતી. બંને પક્ષે પહેલી ચાર મિનિટમાં પોતાની દલીલો રજૂ કરી, પછીની મિનિટમાં સામેના પક્ષે જે કહ્યું હોય તેની વિરૂદ્ધમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને પછી છેલ્લી બે મિનિટમાં આખી વાતનો સાર આપ્યો.

લગભગ બધી ડીબેટમાં આ રીતે જ સામસામા છેડાના વિચારોને આપ-લે થતી હોય છે પરંતુ આઇબીએમમાં યોજાયેલી આ ડીબેટનું અનોખું પાસું એ હતું કે તેમાં એક પક્ષે અમેરિકામાં ડીબેટ માટે જાણીતી એક વ્યક્તિ હતી અને બીજા પક્ષે આઇબીએમે પોતે વિકસાવેલી ‘પ્રોજેક્ટ ડીબેટર’ નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ હતી!

એ ખાસ યાદ રાખવા જેવું છે કે પ્રોજેક્ટ ડીબેટર સિસ્ટમ કોઈ એક વિષય શીખતી નથી. આ સિસ્ટમને તેના માટે અજાણ્યા વિષયો પર ચર્ચા કરતાં શીખવવામાં આવે છે.

અત્યાર સુધી મશીન સાથે વાત કરવાનો આપણો અનુભવ, ગૂગલ આસિસ્ટન્ટ કે એપલ સિરી જેવી સિસ્ટમ પૂરતો સીમિત રહ્યો છે. હવે ગૂગલ હોમ અને એમેઝોન એલેક્ઝામાં આ જ વાત વધુ વિસ્તરી રહી છે. પરંતુ આ બધી સિસ્ટમની સમજ ઘણે અંશે મર્યાદિત છે. આપણે જે કંઈ કહીએ કે પૂછીએ તેના તે ઇન્ટરનેટ પર સર્ચ કરીને જવાબો આપે છે.

આવી સિસ્ટમની સ્માર્ટનેસ ઘણી વધી રહી છે (વધુ વિગતો માટે જુઓ સાયબરસફરનો ઓક્ટોબર ૨૦૧૬ અંક). તેમ છતાં કોઈ મશીન સામેની વ્યક્તિ સાથે રીતસર ચર્ચાઓ કરી શકે અને તેણે ઉઠાવેલા વિવિધ મુદ્દાઓને બારીકાઈથી સમજીને તેની સામે પોતાની દલીલો રજૂ કરી શકે એવું  પહેલી જ વાર બન્યું.

આઇબીએમમાં થયેલી ડીબેટમાં પ્રોજેક્ટ ડીબેટર સિસ્ટમે જે કંઈ દલીલો કરી તે તેનામાં પહેલેથી ફીડ કરવામાં આવેલી નહોતી. એ પછી આઇબીએમ કંપનીએ ઇઝરાયેલના એક એક્સપર્ટ ડીબેટર સાથે એક નવા મુદ્દે બીજી ડીબેટ પણ યોજી.

એ ખાસ યાદ રાખવા જેવું છે કે પ્રોજેક્ટ ડીબેટર સિસ્ટમ કોઈ એક વિષય શીખતી નથી. આ સિસ્ટમને તેના માટે અજાણ્યા એવા વિષયો પર ચર્ચા કરતાં શીખવવામાં આવે છે. માત્ર એ વિષય એવા હોવા જોઇએ જેના વિશે બહુ વ્યાપક સ્તરે માહિતી ઉપલબ્ધ હોય અને એ માહિતી આ સિસ્ટમ ‘વાંચી’ શકતી હોય. મતલબ કે સ્પેસ એક્સપ્લોરેશન કે ટેલિમેડિસિન જેવા વિષય અંગે અસંખ્ય અખબારો અને મેગેઝિન્સમાં લાખો લેખો લખાયા હોય તો આ સિસ્ટમ એ બધું વાંચીને અને સમજીને તેના આધારે, ડીબેટ દરમિયાન પોતાની દલીલો તૈયાર કરી શકે છે!

https://www.research.ibm.com/artificial-intelligence/project-debater/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!