ટૂંક સમયમાં વિવિધ ઓનલાઇન સર્વિસમાં લોગ ઇન થવાની અત્યારની પદ્ધતિ ધરમૂળથી બદલાઈ જાય તેવી શક્યતા છે. જેમ અત્યારે આપણે સ્માર્ટફોનનું લોક ઓપન કરવા માટે ફિંગર પ્રિન્ટ સ્કેનરને આપણી ફિંગર પ્રઇન્ટ આપીને અથવા ગૂગલથી વોઇસ કમાન્ડ આપીને ફોન અનલોક કરી શકીએ છીએ બરાબર એ જ રીતે વિવિધ વેબ બ્રાઉઝરમાં જુદી જુદી ઓનલાઇન સર્વિસમાં પણ લોગ ઇન થઈ શકીશું.
એટલે કે, અત્યારે આપણે યૂઝરનેમ અને પાસવર્ડ લખવા પડે છે તેને બદલે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી કામ ચાલી જશે.
એક સમાચાર મુજબ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મોઝિલા કંપનીએ બાયોમેટ્રિક ઓથન્ટિકેશન માટેની વેબ બેઝ્ડ ટેકનોલોજીને સપોર્ટ કરવાની સહમતિ આપી દીધી છે. આનો મતલબ એ થયો કે ટૂંક સમયમાં આપણા ઓનલાઇન એકાઉન્ટસમાં કોઈ પણ વધારાના સોફ્ટવેર વિના ફિંગર સ્કેનર્સ, વોઇસ ઓથેન્ટિકેશન, ફેસિયલ રેકગ્નિશન પદ્ધતિથી લોગ ઇન થઈ શકીશું.
