(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનનું વાયરલેસ ચાર્જિંગ

આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે અને તેના વિના લગભગ કોઈને એક ઘડી ચાલતુ નથી. પરંતુ સ્માર્ટફોનનું ચાર્જિંગ હજી પણ એક મોટી પળોજણનો વિષય છે. વિશ્વ આખાને આ એટલી મોટી સમસ્યા લાગે છે કે એક કંપનીએ તેનો કંઈક ઉપાય શોધ્યો અને તેને એ દિશામાં આગળ વધવા જરૂરી મંજૂરી મળી તો એ કંપનીના શેરના ભાવ રાતોરાત ત્રણ ગણા વધી ગયા!

અમેરિકાના એનર્જસ નામના એક સ્ટાર્ટઅપે નવા પ્રકારની વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ વિકસાવી છે અને અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશને આ ‘પાવર એટ એ ડિસ્ટન્સ ચાર્જર’ને સર્ટિફાઇ પણ કરી દીધું છે. કંપનીએ ૨૦૧૮ના કન્ઝયુમર ઇલેકટ્રોનિક શોમાં તેની આ નવી સિસ્ટમ ડિસ્પ્લે પણ કરી.

અગાઉ એવી શક્યતાઓ જોવાઈ રહી હતી કે આ કંપની અને એપલ જોડાણ કરી લેશે જેથી માત્ર એપલના ડિવાઈસીસમાં આ નવી ચાર્જિંગ ક્રાંતિનો લાભ મળશે પરંતુ હવે એવું લાગે છે કે, આ કંપની સ્વતંત્ર રીતે આગળ વધશે અને કોઈ પણ પ્રકારના ડિવાઇસમાં તેનો લાભ મેળવી શકાશે.

આ ચાર્જિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

આ સિસ્ટમ એક પ્રકારે વાઇ-ફાઇની જેમ જ કામ કરે છે. તેના મુખ્ય ત્રણ પાસાં છે : ટ્રાન્સમીટર, રીસિવર અને સોફ્ટવેર.

આ આખી સિસ્ટમ વાઇ-ફાઇની જેમ રેડિયો ફ્રિકવન્સી પર ચાલે છે જેમાં ટ્રાન્સમીટર ઈલેક્ટ્રિસિટીને રેડિયો સિગ્નલમાં ફેરવી નાખે છે.

આ સિગ્નલ આ સિસ્ટમના રીસિવર ધરાવતા સ્માર્ટફોન, ટેબલેટ, ટીવી, લેપટોપ, કી-બોર્ડ, માઉસ, પ્લે સ્ટેશન, એલઇડી લાઇટ, હેડસેટ, ફિટનેસ બેન્ડ, કેમેરા વગેરે સાધનો ઝીલી શકે છે.

આ સાધનોમાંના ખાસ પ્રકારના રીસિવર તેને મળેલા રેડિયો સિગ્નલને ફરી પાવર સિગ્નલમાં ફેરવીને પોતાની બેટરી ચાર્જ કરે છે. આ આખી વ્યવસ્થા સ્માર્ટફોનમાંની એપ કે વેબ બેઝડ સોફ્ટવેરથી નિયંત્રિત કરી શકાય છે.

હાલમાં ૩ ફૂટ સુધીના અંતર માટે આ ટેકનોલોજીને માન્યતા મળી છે. તેનો ખાસ ફાયદો એ છે કે એક જ ચાર્જરથી ૩ ફૂટની મર્યાદામાં રહેલા એકથી વધુ સાધન એક સાથે ચાર્જ કરી શકાય છે. કંપનીએ ૧૫ ફૂટની મર્યાદામાં ચાર્જિંગ થઈ શકે એવી રીતે આ ટેકનોલોજીને વિસ્તારવાની જાહેરાત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!