(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’!

[vc_row][vc_column][vc_column_text]આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે!

આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક કરવામાં આપણે પરોવાઇ જઈએ છીએ, પણ ફોટોગ્રાફી કેવી રીતે વિકસી અને એમાં કેવાં રસપ્રદ પરિવર્તનો આવી રહ્યાં છે એ મુદ્દા તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જાય છે.

ફોટોગ્રાફી શબ્દ છેક 1839ના વર્ષમાં જન્મ્યો. ગ્રીક ભાષામાં મૂળ ધરાવતા આ શબ્દનો અર્થ થાય છે પ્રકાશથી ચિત્રકામ! અત્યારે આપણે જેને ફોટોગ્રાફી તરીકે ઓળખીએ છીએ એનાં મૂળ પણ બસો-સવા બસો વર્ષ જેટલાં ઊંડાં છે.

આ પ્રકારની ફોટોગ્રાફીમાં વર્ષો સુધી એક જ પદ્ધતિનું પ્રભુત્વ રહ્યું, ફોટોગ્રાફિક ફિલ્મ (સાદી ભાષામાં નેગેટિવ રોલ!) પર કોઈ દૃશ્યનું એક્સ્પોઝર મેળવવું અને પછી તેનું કેમિકલ પ્રોસેસિંગ કરીને (સાદી ભાષામાં રોલ ધોવડાવીને) પોઝિટિવ ઇમેજ મેળવવી.

પછી ડિજિટલ કેમેરા આવતાં મૂળ વાત તો એ જ રહી, ફેર એ થયો કે કેપ્ચર થયેલી ઇમેજને ફિલ્મને બદલે ડિજિટલ સ્વરૂપમાં, કમ્પ્યુટર ફાઇલ સ્વરૂપે સાચવી લેવાની ટેક્નોલોજી વિકસી. સ્માર્ટફોનમાં કેમેરા સમાઈ ગયા પછી તો ફિલ્મનો ઉપયોગ કરતા કેમેરા અને ફિલ્મ બનાવતી કોડાક જેવી કંપનીઓએ નાહી નાખવાનો સમય આવ્યો.

પરંતુ અત્યાર સુધી ફોટોગ્રાફીમાં આવેલાં આ પરિવર્તનો ફોટોગ્રાફીને સહેલી બનાવવા સુધી સીમિત રહ્યાં છે. તેમાં ફોટોગ્રાફ લેવાની મૂળ પદ્ધતિમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અત્યાર સુધી બધા ડિજિટલ કે સ્માર્ટફોનમાંના કેમેરા ઓપ્ટિકલ સેન્સર તરીકે વર્તીને તેને મળતો પ્રકાશ ઝીલી, વિવિધ પિક્સેલ્સમાં વિગતો સ્ટોર કરીને ફોટોગ્રાફ સર્જતા આવ્યા છે.

પરંતુ હવે ફોટોગ્રાફીમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ઘૂસવા લાગ્યાં છે! આવારા સમયા કેમેરામાં હાર્ડવેર અને કમ્પ્યુટર વિઝન એલ્ગોરિધમનું જબરું સંયોજન હશે અને તેને કારણે ફોટોગ્રાફીમાં આપણે ક્યારેય કલ્પ્યું ન હોય એવી બાબતો શક્ય બનવા લાગશે.

કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીની આપણે ‘સાયબરસફર’માં અવારનવાર વાત કરીએ છીએ પણ એક સાદું ઉદાહરણ લઈએ તો – કોઈ કપલ બેકગ્રાઉન્ડમાં તાજમહેલ હોય તેવા એક સો ૪-૫ ફોટોગ્રાફ્સ લઈને ગૂગલ ફોટોઝમાં અલોડ કરે તો ગૂગલ મૂળ કપલ સિવાયની બાકીની મોટા ભાગની ભીડ ગાયબ કરીને માત્ર તાજમહેલ રહે એવો નવો ફોટોગ્રાફ તૈયાર કરી શકે છે, ઓટોમેટિકલી!

ગૂગલી અલગ અલગ ટીમ્સ ઘણા સમયી ફોટોગ્રાફીમાં જે સંશોધનો કરી રહી છે તેના આધારે ગયા મહિને ગૂગલે ‘એપ્સપરિમેન્ટ’ નામે ફોટોગ્રાફીમાં બિલકુલ નવા જ વિચારોને નક્કર સ્વરૂપ આપવાની શરૂઆત કરી છે.

આ બધું હજી પ્રાયોગિક ધોરણે છે, પણ આ એક્સપરિમેન્ટલ એપ્સ ડાઉનલોડ કરીને આપણે પણ, ભવિષ્યમાં ફોટોગ્રાફીમાં કેવી કમાલ જોવા મળશે તે જાણી શકીએ છીએ!


સેલ્ફીસિમો : સેલ્ફીના શોખીનો માટે એક નવી ભેટ

આઇઓએસ અને એન્ડ્રોઇડ માટેની આ એપ એક રીતે ઓટોમેટેડ સેલ્ફી ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. સામાન્ય રીતે, સ્માર્ટફોનમાંની રોજિંદી કેમેરા એપ કે ખાસ સેલ્ફી માટેની એપ્સમાં, સેલ્ફી લેતી  વખતે આપણે શટર બટન પ્રેસ કરવું પડે કે હાથ બતાવવા જેવો કોઈ ઇશારો કરવો પડે છે.

કેટલીક એપ સ્માઇલ પારખીને પણ સ્નેપ લઈ લે છે, પણ સેલ્ફી શોખીનો દર વખતે સ્માઇલના મૂડમાં ન પણ હોય!

આવા લોકો માટે આ એપ મદદરૂપ થાય છે. આ એપમાં કેમેરા ઓન કરીને તમે સ્ક્રીન પર હળવો સ્પર્શ કરો એ સાથે તમારું ફોટોશૂટ શરૂ થાય છે. આ એપ તમને વિવિધ પોઝ આપવાનું પ્રોત્સાહન આપે છે (ઇચ્છો તો આ શબ્દો તમે બંધ કરી શકો છો). તમે પોઝ આપવા માટે સ્થિર થાવ એ સાથે એપ આોઆ ફોટોગ્રાફ લે છે અને ફરી નવો પોઝ આપવા કહે છે.

આ રીતે સંખ્યાબંધ સેલ્ફી લીધા પછી તમે થાકો એટલે સ્ક્રીન પર ફરી હળવો સ્પર્શ કરતાં ફોટોસેશન પૂરું થશે. આ સમગ્ર સેશન દરમિયાન તમારી જેટલી સેલ્ફી લેવાઇ હશે એ બધી એક સાથે એક શીટ પર અલગ અલગ ફોટોગ્રાફ તરીકે જોવા મળશે, તેને તમારા ફોનની ગેલેરીમાં સેવ કરી લો અને ઇચ્છો તેની સાથે આખી શીટ શેર કરો!

અલબત્ત, અત્યારે આ એપ માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ સેલ્ફી લે છે.

સ્ટોરી બોર્ડ : વીડિયોમાંથી સ્ટોરીબોર્ડનું સર્જન

ટીવી પર જે તમે વિવિધ જાહેરાતો જુઓ છો એ કેવી રીતે સર્જાય છે એની તમને ખબર છે? સામાન્ય રીતે જે તે પ્રોડક્ટ બનાવતી કંપની એડવર્ટાઇઝિંગ એજન્સીનો સંપર્ક કરે છે. એજન્સીની ક્રિએટીવ ટીમ એ પ્રોડક્ટ કેવી રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનું વેચાણ વધે તેનું સામૂહિક બ્રેઇનસ્ટોર્મિંગ કરે છે. આ ટીમ પેલી પ્રોડક્ટની ટીવી કમર્શિયલ બનાવવા માટેના ૨-૪ ‘રૂટ’ નક્કી કરે છે.

જેને આધારે, આર્ટિસ્ટ કાગળ ર કે કમ્પ્યુટરમાં કોમિક બુક જેવું એક સ્ટોરીબોર્ડ તૈયાર કરે છે, જેમાં વિવિધ ફ્રેમમાં જાહેરાત કેવી રીતે આગળ વધશે તે દર્શાવવામાં આવે છે. એજન્સી આ સ્ટોરીબોર્ડ સાથે પ્રોડક્ટ કંપનીને પ્રેઝન્ટેશન આપે છે. તેને આધારે કંપની કોઈ એક સ્ટોરીબોર્ડ મંજૂર કરે છે અને પછી તે કમર્શિયલનું વાસ્તવિક શૂટિંગ કે કમ્પ્યુટર એનિમેશન તૈયાર કરવામાં આવે છે.

‘સ્ટોરીબોર્ડ’ નામના ગૂગલના એપ્સપરિમેન્ટમાં સ્ટોરીબોર્ડની આ પ્રક્રિયાને બિલકુલ ઊંધું સ્વરૂપ આપવામાં આવ્યું છે!

આ એપમાં પહેલેથી તૈયાર વીડિયોમાંથી સ્ટોરીબોર્ડ તૈયાર કરવામાં આવે છે. તમે આ એપ તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરશો પછી તમને કોઈ પણ નાનો વીડિયો તેમાં અપલોડ કરવાનું કહેવામાં આવશે. હાલમાં આ એપમાં નવો વીડિયો શૂટ કરવા માટેની સુવિધા નથી પરંતુ એપમાં આપણે વીડિયો અલોડ કરીએ એ સાથે આ એપ આપમેળે વીડિયોના મહત્ત્વના હિસ્સાઓ પર ફોકસ કરીને તેમાંથી વિવિધ ફ્રેમ્સ પસંદ કરે છે અને તેને એક પેજના કોમિક બુક જેવા લે-આઉટમાં ફેરવી નાખે છે.

વીડિયોમાંથી સ્ટોરીબોર્ડની આ આખી પ્રક્રિયા પૂરેપૂરી આપણા મોબાઇલમાં જ આકાર લે છે (તેને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી).

શરૂઆતમાં આપણને કોમિક પેજનો એક વિકલ્પ બતાડવામાં આવે છે. તમને ગમે તો તેના પર એકવાર ટેપ કરો અને કોમિક લેઆઉટને મોબાઇલની ગેલેરીમાં સેવ કરી લો કે મિત્રો સાથે શેર કરો.

જો કમ્પ્યુટરે તૈયાર કરેલો એ વિકલ્પ તમને ન ગમે તો સ્ક્રીન પર ઉપરથી નીચે હળવેકથી સ્વાઇપ કરતાં એપ આપણને ઇફેક્ટ્સી વી સ્ટાઇલ સો, નવી ફ્રેમ્સમાં નવા પ્રકારના કોમિક લેઆઉટનો નવો વિકલ્પ આપશે. ગૂગલ કહે છે એ કે આ રીતે એક વીડિયોમાંથી અંદાજે ૧.૬ ટ્રિલિયલ પ્રકારના લેઆઉટ આ એપ સર્જી શકે છે!

તમે તમારો કોઈ ફેવરિટ વીડિયો અપલોડ કરો અને આ એપ તેને જે સ્ટોરીબોર્ડનું સ્વરૂપ આપે એ તમને બહુ પસંદ ન આવે એવું બની શકે છે. વીડિયોમાંથી તૈયાર થતા સ્ટોરીબોર્ડનો ઉપયોગ શો એ પણ અત્યારે બહુ સ્પષ્ટ નથી. સ્ટોરીબોર્ડ એપ અત્યારે ફક્ત એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ છે.

સ્ક્રબીઝ : વીડિયોમાં અવવી ઇફેક્ટ ઉમેરો

નવરાત્રિમાં તમે કદાચ જોયું હશે કે જાણતા હશો કે ડીજે એક સીડી પર સોંગ પ્લે થતું હોય ત્યારે પોતાના ડીજે મિક્સરની મદદથી, બીજી સીડીમાં નવું કોઈ સોંગ કે ગરબો પસંદ કરી, ફક્ત પોતે, પોતાના હેડફોનમાં તે સાંભળીને જોઈતો ભાગ પસંદ કરે છે અને પછી સ્મૂધલી એક ગરબો હજી પૂરો થાય ન થાય ત્યાં બીજો ગરબો શરૂ કરી દે છે, જેથી તાલ કે ટેમ્પો તૂટે નહીં.

અનુભવી ડીજે ‘સ્ક્રેચિંગ’ કે ‘સ્ક્રબિંગ’ તરીકે ઓળખાતી  આ ટેકનિકથી ચાલુ ગીતમાં  અવનવા સાઉન્ડ પેદા કરી શકે છે.

આવું જ હવે સ્ક્રબીઝ એપની મદદથી વીડિયોમાં શક્ય બન્યું છે. આ એપ હાલમાં માત્ર આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે કોઈ વીડિયો શૂટ કરીને, ડિસ્ક જોકીની જેમ વીડિયો જોકી બનીને, એપની મદદથી વીડિયો પ્લેબેકની ઝડપ અને દિશામાં ફેરફાર કરી શકો છો.

વીડિયોમાં કોઈ ચોક્કસ ભાગ તમારે લોકોના ધ્યાનમાં લાવવો હોય કે વીડિયોને જરા વધુ મજેદાર બનાવવો હોય તો એપમાં વીડિયો પ્લે કરીને, આંગળીની મદદથી તેમાં સ્ક્રેચિંગ કરી શકો છો! આવા મેનિપ્યુલેટેડ વીડિયોને સેવ કરો અને શેર કરો!

ગૂગલની વિવિધ ટીમના જુદી દિશામાંના પ્રયાસોને એકમેક સાથે સાંકળીને આ ‘એપ્સપરિમેન્ટ્સ’ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટીમમાં કાર્તિક રવિન્દ્રન અને સુરિલ શાહ જેવાં ભારતીય નામો પણ જોવા મળે છે!

યાદ રહે કે આ બધી એપ્સ ‘એપ્સપરિમેન્ટ્સ’ છે એટલે કે માત્ર પ્રયોગ છે અને ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફીને કંઇક જુદી રીતે જોવાનો પ્રયાસ છે. એના ઉપયોગ કે ફાયદા હજી બહુ સ્પષ્ટ નથી, પણ પ્રયોગો આવા ધૂંધળા વિચારો સાથે જ આગળ વધતા હોય છે![/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!