સ્નેપચેટથી શરૂ થયેલી ‘સ્ટોરી’ની સફર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને હવે મેસેન્જરમાં પણ ઉમેરાઈ ગઈ છે.
સ્ટોરીઝને મળી રહેલો પ્રતિસાદ જોઈને, ફેસબુકમાં તેમાં વધુ ફીચર્સ આવી રહ્યાં છે. હવ તેમાં ફેસબુક એપમાં કેમેરાથી લીધેલા ફોટોઝ અને વીડિયો ડાયરેક્ટ ફેસબુકમાં સેવ થઈ શકશે અને તે સ્માર્ટફોનમાં જગ્યા રોકશે નહીં.
એ જ રીતે ફેસબુક સ્ટોરીઝમાં ૨૦ સેકન્ડ લાંબી વોઇસ પોસ્ટ્સ પણ શેર કરી શકાશે.
ઉપરાંત, ફેસબુક પર આપણે શેર કરેલી સ્ટોરીઝ આર્કાઇવ કરવાનો વિકલ્પ પણ મળશે.
