ગયા મહિનાની શરૂઆતમાં બહાર આવ્યું કે મે ૨૦૧૮માં, ૧૦ દિવસ માટે, ફેસબુકના સોફ્ટવેરમાં એક ખામીને કારણે, જે લોકોએ પોતાની પોસ્ટ માત્ર મિત્રો કે એવા નાના ગ્રૂપ પૂરતી સીમિત રાખી હોય એ, સૌ કોઈ જોઈ શકે એવી પબ્લિક પોસ્ટમાં ફેરવાઈ ગઈ હતી!
આ ખામીની ૧.૪ કરોડ યૂઝર્સને અસર થઈ હતી. ફેસબુકે હવે આ દરેક યૂઝરનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમની માફી માગવાનું શરૂ કર્યું છે.
