(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પ્રદૂષણ વધારવામાં કોનો કેટલો ફાળો?

ભારતમાં, અને આમ તો વિશ્વમાં, છેલ્લા કેટલાય સમયથી ઇલેક્ટ્રિસિટીથી ચાલતાં વાહનોની ચર્ચા શરૂ થઈ છે. માત્ર, પેટ્રોલ અને ડિઝલથી ચાલતાં વાહનોના ઉત્પાદન માટે ગંજાવર મૂડી રોકાણ કરનારી ઓટો કંપનીઝ આ મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે ખાસ ઉત્સાહિત નથી.

પરંતુ એ દિશામાં આગળ વધ્યા વિના છૂટકો નથી કારણે પેટ્રોલ-ડિઝલ સતત ખૂટી રહ્યાં છે અને તેનાથી થતું પ્રદૂષણ – કાર્બન એમિશન્સ – સતત વધી રહ્યું છે.

કાર્બન એમિશન્સમાં વાહનો ઉપરાંત, વિશાળ કારખાનાં પણ મોટો ભાગ ભજવી રહ્યાં છે. બીજી તરફ વૃક્ષો-જંગલોનું નિકંદન નીકળવાને કારણે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષાવાનું પ્રમાણ ઘટે છે. કાર્બન એમિશન્સની બાબતે આખી દુનિયાના વિવિધ દેશોની સ્થિતિ એક ઇન્ટરએક્ટિવ પેજ પર જોઈ શકાય છે (http://bit.ly/cs-carbon).

વર્લ્ડ રિસોર્સીઝ ઇન્સ્ટિટ્યૂટ નામની એક વૈશ્વિક સંસ્થામાંથી મળેલા ડેટાને આધારે આ ઇન્ટરએક્ટિવ તૈયાર કરવામાં આવ્યું છે. તે ૨૦૧૪માં તૈયાર કરાયું હતું, પણ તેમાં વાત પાછલાં ૧૫૦ વર્ષની છે. તેમાં કાર્બન એમિશન્સની દૃષ્ટિએ દુનિયાના ટોચના ૨૦ દેશોની વર્ષ ૧૮૬૦થી ૨૦૧૧ સુધીની એટલે કે ૧૫૦ વર્ષની સ્થિતિ પર એક નજર નાખવામાં આવી છે.

ઉપરના સ્ક્રીનશોટ્સ બતાવે છે તેમ, વર્ષ ૧૮૬૦માં ઔદ્યોગિકરણ યુગના આરંભે યુએક અને યુએસ આ યાદીમાં ટોય પર હતાં, જ્યારે ભારતનો આ યાદીમાં ૧૨મો ક્રમ હતો. વર્ષ ૨૦૧૧ની સ્થિતિ પ્રમાણે ચાઇના અને યુએસ પછી ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે યુકેએ પ્રદૂષણ પર ખાસ્સો અંકુશ મેળવીને તે ૧૨મા ક્રમે પહોંચ્યો છે.

આ પેજ પર વીડિયોની જેમ પ્લે બટન ક્લિક કરતાં, વર્ષ વાર સ્થિતિ બદલાઈ જોઈ શકાશે, અથવા નીચે આપેલા સ્લાઇડરની મદદથી વિવિધ વર્ષની સ્થિતિ જોઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!