છેલ્લા એક વર્ષથી હું આપનું આ મેગેઝિન વાંચી રહ્યો છું. નવી નવી ટેક્નોલોજી (આઇટી, મોબાઇલ, કમ્પ્યુટર) આપણી ગુજરાતી ભાષામાં જેટલી સમજી શક્યો એવું અંગ્રેજીમાં ક્યારેય પણ ન બની શક્યું હોત. આજે દુનિયાની લેટેસ્ટ ટેક સમજી શકું છું, તો એનો શ્રેય ફક્ત ને ફક્ત ‘સાયબરસફર’ને જ જાય છે. ખૂબ ખૂબ આભાર.
-ચિંતન કાંતિલાલ વાણિયા, અમદાવાદ
‘સાયબરસફર’ મિનિ-ગાઇડમાં ટેક્નોલોજીને લગતા અને વર્તમાન સમયમાં વાપરવામાં આવતા પાયાપ શબ્દોની ગુજરાતીમાં માહિતી બહુ ઉપયોગી બને છે. આજની યુવા પેઢી દરેક ટેક્નોલોજીને અંગ્રેજીના જ્ઞાનના કારણે સરળતાથી સમજી શકે છે, પરંતુ બાકીના વયજૂથનાં લોકો આમાં ‘આપણને ખબર નો પડે’ એવો અભિગમ કેળવે છે. જેને દૂર કરવામાં ‘સાયબરસફર’ મિનિ-ગાઇડ બહુ ઉપયોગી બની છે. સમાકલ્યાણનો આ યજ્ઞ નિરંતર શરૂ રહે એવી શુભેચ્છા સહ આભાર.
– ત્રિશુલ ઝાલા, અમદાવાદ
મોબાઇલ સંબંધિત જે મિનિ-ગાઈડ મોકલી તે માટે ખૂબ ખૂબ આભાર. જે વસ્તુની ખૂબ જરૂર વારંવાર પડે છે, તે જ વિગતવાર આપી છે, જે ખૂબ ઉપયોગી થઈ છે.
– ભૂપેન્દ્ર મહેતા, દિલ્હી
અમારી શાળાની લાયબ્રેરીમાં આપનું મેગેઝિન વાંચું છું. અત્યારના સમયમાં બહુ જ ઉપયોગી થાય તેવું મેગેઝિન છે. એક વિદ્યાર્થી તરીકે તથા નવું નવું નોલેજ મેળવવા માટે મને ‘સાયબરસફર’ મેગેઝિન ગમે છે. આવા પ્રકારનું મેગેઝિન શરૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ પહેલ છે, શુભેચ્છાઓ.
– નિરવ રામ, જૂનાગઢ
‘સાયબરસફર’ વિશે સફારીમાં જાણેલું તથા જામનગરના એક બુકસ્ટોલ પરથી ખરીદેલું. સાયબર જગતની અપડેટ સાથે, માહિતીસભર અને રસપ્રદ મેગેઝિન લાગ્યું.
– હિમાંશુ શાહ, જામનગર
હું છેલ્લા ૪ વર્ષથી સાયબરસફર મેગેઝિન વાંચુ છું. ખરેખર તમામ પ્રકારના લોકો માટે મેગેઝિન ખૂબ ઉપયોગી છે.
– અલ્તાફ તિમોલ, સુરત
અદ્ભુત અને તદ્દન નવીન પ્રયાસ. આજના ડિજિટલ યુગમાં માહિતી અને શિક્ષણને સાચી દિશામાં લઈ જવાનું આપનું આ વામન પગલું વિરાટ વાહવાહીને પાત્ર છે.
– દિપક જાદવ, અમદાવાદ


