રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં એક્ટિવ તમામ ડિજિટલ પેમેન્ટ કંપની માટે તેમના યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવાનો આદેશ આપ્યો છે.
આ આદેશ અનુસાર ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં તમામ ડિજિટલ કંપનીએ ભારતની અંદર ડેટા સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરવી પડશે. આ નવા નિયમ અનુસાર માત્ર વિદેશો સાથે થતી લેવડદેવડનો ડેટા ભારતની બહાર સ્ટોર કરી શકાશે.
અત્યારે ભારતમાં ગૂગલ તેઝ, એમેઝોન પે તથા ફેસબુકની વોટ્સએપ સર્વિસ પર યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આપવામાં આવી રહી છે. આ ત્રણેય કંપનીને આ આદેશની અસર થશે. બીજી તરફ પેટીએમ અને ફ્લિપકાર્ટની ફોનપે જેવી ભારતીય કંપનીને ફાયદો થશે.

