(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નેટ કનેક્શન વિના ઇન્ટરનેટની મજા!

ભારતમાં મોબાઇલ ટેકનોલોજીમાં સ્પીડની સાથોસાથ બીજો મોટો મુદ્દો કવરેજનો છે. જ્યાં ફોર-જી સિગ્નલ મળે ત્યાં પૂરતી સ્પીડ ન મળે અને અમુક વિસ્તારમાં તો નેટનાં સિગ્નલ જ ન મળે. એ જ કારણે જુદી જુદી ઇન્ટરનેટ કંપની યૂઝર્સને તેઓ ઓફલાઇન હોય ત્યારે પણ તેમને વિવિધ સર્વિસિઝનો લાભ મળતો રહે એ માટે પ્રયત્નશીલ રહે છે.

આવું કરવા માટે આ કંપનીઝ કોઈ મોટો ચમત્કાર કરતી નથી. આપણે નેટ સાથે કનેક્ટેડ હોઈએ ત્યારે આપણે જરૂરી કન્ટેન્ટ ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જાય, જે આપણે નેટ કનેકશન ન હોય ત્યારે પણ જોઈ શકીએ!

જેમ કે મોબાઇલ ઇન્ટરનેટ સાથે કનેકટેડ ન હોય ત્યારે પણ આપણે વોટ્સએપમાં મિત્રોના મેસેજ જોઈ શકીએ છીએ અને નવા મેસેજ ટાઇપ પણ કરી શકીએ છીએ. ફક્ત આ મેસેજ નેટ કનેકશન મળે ત્યારે સામેની વ્યક્તિને પહોંચે. એ જ રીતે કોઈએ આપણને અગાઉ મોકલેલા મેસેજ નેટ કનેકશન મળે એ પછી આપણા મોબાઇલમાં જોવા મળે.

ગૂગલની હમણાં રી-લોન્ચ થયેલી ન્યૂઝ સર્વિસમાં પણ આ જ વાત કામે લગાડવામાં આવી છે. તેની એપ ડાઉનલોડ કર્યા પછી આપણે જુદા જુદા ન્યૂઝ ઓપન કરીને વાંચીએ ત્યારે એ ન્યૂઝનું પેજ આપણા મોબાઇલમાં આપોઆપ ડાઉનલોડ થઈને સેવ થઈ જાય છે. જે આપણે જ્યારે નેટ કનેકશન મળતું ન હોય ત્યારે પણ વાંચી શકીએ. તેની સામે બીજી ઘણી એપ્સ એવી છે જે નેટ કનેકશન ન હોય તો આપણને કશું જ બતાવી શકે નહીં.

‘સાયબરસફર’ની વેબસાઇટના લેખો ઓફલાઇન વાંચવાની સગવડ આપતા મૂળ લેખમાં આપણે જોયું તેમ, આના એક ઉપાય તરીકે હવે પ્રોગ્રેસિવ વેબ એપ પ્રકારની નવી એપ ડેવલપ થવા લાગી છે.

તમે નોંધ્યું હશે કે ગૂગલના સ્માર્ટફોન માટેના ક્રોમ બ્રાઉઝરમાં આ રીતે ઓફલાઇન રીડિંગ માટે વેબપેજીસ સેવ કરવાની સગવડ આપવામાં આવી છે. મોબાઇલમાં ગૂગલ સર્ચ એપનો ઉપયોગ કરતી વખતે પણ, નેટ કનેક્શન ન હોય તો જ્યારે કનેકશન મળે ત્યારે તેના પરિણામ આપોઆપ ડાઉનલોડ થાય અને આપણને જાણ પણ કરવામાં આવે એવી સુવિધા છે.

ગયા મહિને આ નાની પણ કામઢી સુવિધાનો વ્યાપ હજુ વિસ્તારવામાં આવ્યો.

એ મુજબ જ્યારે આપણો ફોન ફ્રી વાઈ-ફાઈ સાથે કનેક્ટેડ હશે ત્યારે આપણા વિસ્તારમાં જે કન્ટેન્ટ સૌથી વધુ લોકપ્રિય હશે તે આપોઆપ ડાઉનલોડ થઈને ક્રોમ બ્રાઉઝરમાં સચવાઈ જશે (ફોનમાં ક્રોમના સેટિંગ્સમાં ડાઉનલોડ્સ વિભાગમાં તે વાંચી શકાશે) એ સમયે જો આપણે ક્રોમ બ્રાઉઝરમાં સાઇન્ડ ઇન હોઈશું તો આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રીના આધારે સિસ્ટમ નક્કી કરી લેશે કે આપણને ક્યા કન્ટેન્ટમાં રસ પડી શકે તેમ છે અને એ કન્ટેન્ટ આપોઆપ ડાઉનલોડ થઈ જશે!

અત્યારે ભારત સહિતના ૧૦૦થી વધુ દેશોમાં આ સુવિધા લોન્ચ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!