(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો

જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ!

આગળ શું વાંચશો?

  • માર્જિન
  • લીડિંગ
  • કર્નિંગ/ટ્રેકિંગ
  • બ્લીડ
  • પોઇન્ટ
  • પાયકા
  • ગટર
  • આરજીબી અને સીએમવાયકે

માર્જિન

ડોક્યુમેન્ટ પેજમાં લખાણના બંને છેડા અને પેજના છેડા વચ્ચેની કોરી જગ્યાને ‘માર્જિન’ કહેવામાં આવે છે. કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે સામાન્ય રીતે, લખાણ અને પેજના છેડા વચ્ચે દરેક બાજુએ ઓછામાં ઓછા અડધા ઇંચનો માર્જિન રાખવો જોઈએ. એથી ઓછો માર્જિન રાખ્યો હશે તો જાણકાર વ્યક્તિ સમજી જશે કે તમે ડેસ્કટોપ પબ્લિશિંગના જાણકાર નથી!

લીડિંગ

લખાણમાં બે લીટી વચ્ચેની ખાલી જગ્યા ‘લીડિંગ’ કે ‘લાઇન સ્પેસિંગ/હાઇટ’ કહેવાય છે. લખાણ સારી રીતે વાંચી શકાય એ માટે બે લાઇન વચ્ચે બહુ વધુ નહીં કે બહુ ઓછું નહીં એવું લીડિંગ રાખવું જરૂરી છે. માઇક્રોસોફ્ટ વર્ડ જેવા પ્રોગ્રામમાં સિંગલ કે ડબલ લાઇન સ્પેસિંગ જેવા નિશ્ચિત વિકલ્પ હોય છે. અન્ય ડીટીપી સોફ્ટવેરમાં ડિઝાઇનરને વધુ સારો કંટ્રોલ મળે છે.

કર્નિંગ/ટ્રેકિંગ

જેમ બે લીટી વચ્ચેની સ્પેસ ‘લીડિંગ’ કહેવાય છે, તેમ એક શબ્દમાં જુદા જુદા અક્ષરો વચ્ચેની જગ્યા ‘કર્નિંગ’ કહેવાય છે અને એક વાક્યમાં જુદા જુદા શબ્દો વચ્ચેની જગ્યા ‘ટ્રેકિંગ’ કહેવાય છે. સામાન્ય રીતે ‘કર્નિંગ’ અને ‘ટ્રેકિંગ’ના ડિફોલ્ટ સેટિંગ્સમાં ફેરફાર ન કરવો જોઈએ, પરંતુ અનુભવી ડિઝાઇનર પોતાની કલ્પના મુજબ તેમાં ફેરફાર કરીને લખાણને વધુ આકર્ષક બનાવી શકે છે.

બ્લીડ

કોઈ પણ ડોક્યુમેન્ટના પેજમાં ફોટોગ્રાફ કે રંગ મૂકવાની બે રીત હોય છે. એક, જેમાં ફોટોગ્રાફ/રંગ પેજની ધાર સુધી પહોંચી જાય અને બીજી રીત, જેમાં પેજના છેડા અને ફોટોગ્રાફ કે રંગ વચ્ચે કોરી જગ્યા છોડવામાં આવે. જ્યારે ફોટોગ્રાફ/રંગ પેજની ધાર સુધી પહોંચે ત્યારે તે બરાબર છપાય એ માટે ડિજિટલ ડિઝાઇનમાં પેજની બહારની બાજુ અમુક મિલિમીટર જેટલી વધારાની સ્પેસમાં ફોટોગ્રાફ/ કલર્ડ બોક્સને ફેલાવવું જરૂરી છે, જેથી પ્રિન્ટિંગ પછી કટિંગ વખતે પેજની ધાર અને ફોટોગ્રાફ/કલર વચ્ચે વ્હાઇટ સ્પેસ છૂટી ન જાય. પેજ બહારની આ વધારાની સ્પેસ ‘બ્લીડ’ કહેવાય છે.


પોઇન્ટ

પોઇન્ટ એ માપનું વધુ એક યુનિટ છે. જે સામાન્ય રીતે ટાઇપફેઇસ એટલે કે અક્ષરની ઊંચાઈ માપવા માટે ઉપયોગમાં લેવાય છે.

પાયકા

ડોક્યુમેન્ટમાં અંતર આપણે મિલિમીટર, સેન્ટિમીટર કે ઇંચમાં માપીએ છીએ, આવું જ એક બીજું યુનિટ છે પાયકા. એક ઇંચ બરાબર ૬ પાયકા થાય.

ગટર

કોઈ પણ ડોક્યુમેન્ટમાં લખાણની બે કોલમ વચ્ચેની ખાલી જગ્યાને ‘ગટર’ કહેવામાં આવે છે. ન્યૂઝપેપર, મેગેઝિન અને બ્રોશરમાં ‘ગટર’ બહુ મહત્ત્વની બાબત છે. આજના સમયમાં જ્યારે ડોક્યુમેન્ટ પ્રિન્ટ તથા પીસી અને મોબાઇલના સ્ક્રીન પર વંચાવાનું હોય ત્યારે એક કોલમમાં ૧૦ કે ૧૨થી વધુ શબ્દો ન હોવા જોઈએ. લાઇનમાં એથી વધુ શબ્દો થાય તો એ લખાણને બે કોલમમાં ફેરવી નાખવું જોઈએ અને બંને કોલમ વચ્ચે ઓછામાં ઓછી પા ઇંચની ગટર સ્પેસ રાખવી જોઈએ.

આરજીબી અને સીએમવાયકે

આ બંને ડિઝાઇન માટેનાં સૌથી જાણીતાં કલર મોડેલ્સ છે. આરજીબી સામાન્ય રીતે ડિજિટલ પબ્લિકેશન માટે ઉપયોગી છે. તેમાં રેડ, ગ્રીન અને બ્લુ કલરના સંયોજનથી સ્ક્રીન પર લાઇટ પ્રોજેક્ટ કરીને રંગો દર્શાવવામાં આવે છે. જ્યારે પેપર કે અન્ય સપાટી પર પ્રિન્ટિંગમાં સીએમવાયકે એટલે કે સ્યાન, મજેન્ટા, યલો અને બ્લેક એમ ચાર કલરના મિશ્રણથી પ્રિન્ટિંગ કરવામાં આવે છે. આધુનિક પ્રિન્ટિંગમાં આ ચાર ઉપરાંત બીજા સ્પેશિયલ કલર્સનો પણ ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!