(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડેટાની નજરે આપણી દુનિયા

તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે – “આપણી દુનિયામાં ૧૯૯૦માં કારમી ગરીબી નીચે જીવતા લોકોની સંખ્યા ૨ અબજ જેટલી હતી, તે ૨૦૧૫ સુધીમાં ઘટીને ૦.૭ અબજ થઈ છે?

વાત બહુ મોટી છે, પણ ૨૫ વર્ષના આ ગાળામાં આપણે કોઈ દિવસ ક્યાંય એવા સમાચાર જોયા-સાંભળ્યા કે વાંચ્યા નહીં હોય કે દુનિયામાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા ગઈ કાલ કરતાં આજે ૧,૩૭,૦૦૦ જેટલી ઘટી ગઈ છે! મજાની વાત એ છે આ સમાચાર રોજેરોજ છપાયા હોત, તો પણ સાચા હોત!

એ જ રીતે, વિશ્વમાં બાળમૃત્યુનો દર ૧૯૬૦માં ૧૮.૨ ટકા હતો તે ૨૦૧૫માં ઘટીને ૪.૩ થઈ ગયો છે! આ વાત સમાચાર બની નથી.

આપણી દુનિયા સતત બદલાય છે અને આ નવી વાત નથી. દુનિયા તો વર્ષોથી બદલાતી આવી છે, ફક્ત જો આ બદલાવ ધીમો હોય, તો પરિવર્તન ગમે તેટલું મોટું હોય તોય આપણા ધ્યાનમાં આવતું નથી.

આ ચાર્ટ સમગ્ર વિશ્વમાં બધા પ્રકારની કુદરતી આફતોથી કયા વર્ષે કેટલાં મૃત્યુ થયાં તેનો ડેટા બતાવે છે. પાછલા પાંચ-દાયકામાં મૃત્યુનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

આ બધા વિચારો સાથે, ‘અવર વર્લ્ડ ઇન ડેટા’ એટલે કે ‘ડેટાની નજરે આપણી દુનિયા’ એવો એક પ્રોજેક્ટ શરૂ થયો. આ પ્રોજેક્ટ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શરૂ થયો. આ જગવિખ્યાત યુનિવર્સિટીમાં કાર્યરત મેક્સ રોઝર નામના એક અર્થશાસ્ત્રીએ ૨૦૧૧માં તેની શરૂઆત કરી. શરૂઆતમાં તેમણે એકલે હાથે વિવિધ વિશ્વસનીય સ્રોતમાંથી ડેટા મેળવીને તેનું વિવિધ સ્વરૂપે વિશ્ર્લેષણ કરવાની કસરત શરૂ કરી અને આગળ જતાં, આ પ્રોજેક્ટ માટે ભંડોળ મળતાં એમની ટીમ વિસ્તરી. પછીથી, આ પ્રોજેક્ટનો તમામ ડેટા જાહેર જનહિતમાં એક વેબસાઇટ સ્વરૂપે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો.

આ ચાર્ટ વિવિધ ભાગોમાં, શાળાએ જવાની ઉંમરનાં કેટલાં બાળકો શાળામાં ભણતાં નથી તે દર્શાવે છે. આફ્રિકાના દેશોમાં આ પ્રમાણ ૫૬.૭૬ ટકા જેટલું ઊંચું છે, તો ઉત્તર અમેરિકામાં ફક્ત ૨.૪૭ ટકા છે.

આ સંદર્ભ સાથે ourworldindata.org વેબસાઇટ તમે જોશો તો જાણશો કે આ સાઇટ આપણી બદલાતી દુનિયાનો નજીકથી પરિચય તો કરાવે જ છે, સાથોસાથ ડેટા આખરે શું છે અને ડેટાને કેટલી અલગ અલગ રીતે તપાસી શકાય એ પણ સમજાવે છે.

સાઇટ પર વિશ્વની વસતિ, આરોગ્ય, આહાર, ઊર્જા, પર્યાવરણ, ટેક્નોલોજી, વિકાસ અને અસમાનતા, યુદ્ધો અને શાંતિનો સમય, રાજકારણ, હિંસા અને અધિકારો, શિક્ષણ, મીડિયા, સંસ્કૃતિ વગેરે વિષયો અને તેમાંના પેટાવિષયો હેઠળ આખી દુનિયામાં વર્ષોવર્ષ કેવું પરિવર્તન આવ્યું છે તે અલગ અલગ ચાર્ટ સ્વરૂપે જોઈ શકાય છે.

જેમ કે આ લખાય છે ત્યારે આ સાઇટ ઉપર, વર્ષ ૧૯૦૦થી ૨૦૧૭ સુધીમાં તમામ પ્રકારની કુદરતી આફતોથી કુલ મૃત્યુના પ્રમાણમાં કેટલી વધઘટ થઈ છે તે દર્શાવવામાં આવ્યું છે. આંકડા કહે છે કે ૧૯૩૧માં કુલ મૃત્યુનું પ્રમાણ ૩૭ લાખની ટોચે હતું, જે હવે ૨૦૧૭માં ઘટીને ૯,૦૬૬ થઈ ગયું છે! આ ડેટાને આપણે અલગ અલગ આફત મુજબ જોઈ શકીએ છીએ, આ ડેટા ક્યા કયા સ્રોતમાંથી મેળવાયો એ જોઈ શકીએ છીએ અને સીએસવી ફાઇલ તરીકે સમગ્ર ડેટાને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ.

અલબત્ત, આ સાઇટ ફક્ત એક વાર જોઈને ભૂલી જવા જેવી સાઇટ નથી. આ પ્રોજેક્ટ કેમ શરૂ થયો, એનું મહત્ત્વ શું છે એ દર્શાવતા વિભાગો બરાબર વાંચ્યા પછી જુદા જુદા ઇન્ટરેક્ટિવ ચાર્ટ, મેપ્સ વગેરે જોશો તો આપણી દુનિયાને નવી નજરે જોતા થશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!