ભારતીય રેલવેએ મેકમાયટ્રીપ કંપની સાથે જોડાણ કરીને વોટ્સએપ પર જુદી જુદી ટ્રેન માટે લાઇવ સ્ટેટ્સ અપડેટ્સ આપવાની શરૂઆત કરી છે.
આ સુવિધાનો લાભ લેવા માટે આપણે પોતાના મોબાઇલમાં ૭૩૪૯૩૮૯૧૦૪ (મેકમાયટ્રીપનો નંબર) સેવ કરવાનો રહેશે અને ત્યારપછી જ્યારે આપણે કોઈ અપડેટની જરૂર હોય ત્યારે આ નંબર પર ટ્રેનનો નંબર વોટ્સએપ કરવાનો રહેશે. જો સર્વર બહુ બીઝી ન હોય તો વિનંતીની દસેક સેકન્ડમાં જવાબ મળી શકે છે.
આ સુવિધાની મદદથી આપણે નિશ્ચિત ટ્રેનના સમય, બુકિંગનું સ્ટેટ્સ, કેન્સલેશન, ટ્રેન ક્યા પ્લેટફોર્મ આવશે વગેરે માહિતી જાણી શકીએ છીએ. અત્યાર સુધી આપણે આવી માહિતી મેળવવા માટે ૧૩૯ પર કોલ કરીને કનેક્ટ થવાથી રાહ જોવી પડતી હતી, અલબત્ત, વોટ્સએપમાં હાલમાં આ સુવિધામાં રાહ જોવાનો જ અનુભવ થઈ રહ્યો છે!

